T20 Worldcup 2022 FINAL: ટી-20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. 13 નવેમ્બર (રવિવાર) મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનાર આ મહા મુકાબલા પર વિશ્વભરના ક્રિકેટ ફેન્સની નજર રહેશે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઇંગ્લેન્ડે ભારતીય ટીમને એક તરફી મેચમાં 10 વિકેટે હરાવ્યુ હતુ. ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે શરૂ થશે.

ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ!

ફાઇનલ મેચ પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. મેલબોર્નમાં રવિવારે વરસાદની 95 ટકા શક્યતા છે જેમાં 25 મિલી મીટર સુધી વરસાદ પડી શકે છે. સારી વાત આ છે કે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે પરંતુ દુર્ભાગ્યથી રિઝર્વ ડેમાં પણ વરસાદની સંભાવના 95 ટકા છે અને પાંચથી 10 મિલીમીટર સુધી વરસાદ પડી શકે છે. એવામાં જો વરસાદને કારણે રિઝર્વ ડેમાં પણ પરિણામ આવી શકતુ નથી તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે આઇસીસીના નિયમ અનુસાર ટી-20 વર્લ્ડકપની પ્લે ઓફ મેચમાં ડકવર્થ લુઇસ નિયમથી પરિણામ કાઢવા માટે 10-10 ઓવર રમવુ થવુ જરૂરી છે. જો વરસાદને કારણે રવિવાર 10-10 ઓવરની રમત પણ પુરી થઇ ના શકી તો જ્યાથી મેચ રોકાઇ હતી ત્યાથી રિઝર્વ ડેમાં શરૂ થશે. એક વખત ટોસ થઇ ગયો તો મેચ લાઇવ માનવામાં આવશે. જો રિઝર્વ ડેમાં મેચ જાય છે તો આ ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે સ્ટાર્ટ થઇ જશે.

વરસાદથી ધોવાઇ ચાર મેચ

વર્તમાન ટી-20 વર્લ્ડકપમાં વરસાદને કારણે ચાર મેચ ધોવાઇ ગઇ છે. 28 ઓક્ટોબરે આયરલેન્ડ-અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકા-ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાનની મેચ પણ વરસાદને કારણે પરિણામ વગરની રહી હતી. આટલુ જ નહી ડકવર્થ લુઇસ સિસ્ટમ હેઠળ આયરલેન્ડે એક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યુ હતુ. જો તે મેચમાં વરસાદ ના પડતો તો ઇંગ્લેન્ડ મુકાબલો જીતી ગયુ હોત.

ટી-20 વર્લ્ડકપ 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડે 1-1 મેચ રમી છે જ્યા બન્નેએ હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ ભારત સામે 4 વિકેટે હારી ગઇ હતી જ્યારે ઇંગ્લેન્ડને આયરલેન્ડે 5 રને હરાવ્યુ હતુ. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને વિશ્વનું બીજુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ ગણવામાં આવે છે અને આ મેદાનમાં દર્શકોની ક્ષમતા એક લાખ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here