હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘ મહેર જોવા મળી રહી છે. ગુજરાત પર મેઘરાજા વિશેષ હેત વરસાવી રહ્યા છે. ત્યારે એક જ રાતમાં નવસારીના વાંસદામાં મનમૂકીને વરસ્યા હતા. વાંસદા તાલુકામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 394 મિમી વરસાદ ખાબક્યો છે. વાંસદામાં 24 કલાકમાં 15.76 ઇંચ વરસાદ નોંધાયો હોવાથી ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 

 

તો જિલ્લાના ખેરગામ તાલુકામાં પણ 229 મિમી એટલે 9.16 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. આ કારણે નવસારીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જિલ્લામાં પૂરની સ્થિતિને જોતા બે NDRF ની ટીમ કાર્યરત કરાઈ છે. જિલ્લાની સ્થિતિને જોતા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે. 

1657778952 7509

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 3 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ માટે ભારે વરસાદ થઈ શકે છે. આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી છે. હવે 15 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. તો અમદાવાદમાં પણ આજે અને કાલે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 8 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

1657779173 527

૨૫ તાલુકા એવા છે જ્યાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના બે તાલુકામાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

1657779282 7102

બીજી તરફ આજે બુધવારે સવારે ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. સવારે બે જ કલાકમાં અહીં બે ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ગયો છે. વરસાદને પગલે શાહી, રૂપેણ સહિતની નદીઓમાં પૂર આવ્યા છે.

1657779205 3495

અહીં સિઝનનો કુલ 26.25 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં 16.55 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 37.92 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ૨૪ કલાકમાં સરેરાશ 24.94 એમ.એમ. વરસાદ પડ્યો છે, અહીં સિઝનનો કુલ 47.23 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 73.48 ટકા વરસાદ પડ્યો છે.

1657779282 7102

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here