Asian Cup Table Tennis માં સેમિફાઈનલમાં હાર બાદ મનિકા બત્રાએ બ્રોન્ઝ મેડલ માટે જાપાનની હીના હાયાત (hina hayata) ને હરાવીને જીત મેળવી હતી. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય મહિલા બની છે.
Manika Batra in Asian Cup: ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી મનિકા બત્રા (Manika Batra) એ એશિયન કપ (asian cup)માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સેમિફાઈનલમાં હાર બાદ મનિકા બત્રાનો બ્રોન્ઝ મેડલ માટે જાપાનની હીના હાયાત (hina hayata) સાથે મુકાબલો હતો. આ મેચમાં મનિકા બત્રાએ જીત મેળવી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં હાર્યા બાદ મનિકા બત્રાએ સૌથી મોટી જીત
મનિકા બત્રાએ હીના હાયાતને 4-2થી હરાવી છે. તેમણે 11-6,6-11,11-7,12-10,4-11, 11-2થી આ મેચ જીતી છે. મનિકા બત્રા ભારત માટે મેડલ જીતનાર પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. કોમનવેલ્થ ગેમ્સમાં હાર્યા બાદ મનિકા બત્રાએ સૌથી મોટી જીત મેળવી છે.
અગાઉ મનિકા બત્રા આ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ હતી. જોકે, તેમને સેમિફાઈનલમાં પાંચમાં નંબરની ટેબલ ટેનિસ ખેલાડી સામે 8-11 11-7 7-11 6-11 11-8 7-11 (2-4) હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણોસર તેઓ ગોલ્ડ મેડલ જીતી શક્યા નહોતા.
પ્રથમ ભારતીય મહિલા ખેલાડી
મનિકા બત્રા વર્લ્ડ રેન્કિંગમાં 44માં નંબર પર છે. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની ચેન સૂ યૂને 4-3થી હરાવી હતી. ચેન સૂ યૂ વર્લ્ડ રેન્કિંગમાં મનિકા બત્રા કરતા સારો રેન્ક ધરાવે છે. ચેન જિંગટોંગ ચીનની ખેલાડી છે, જે વિશ્વમાં સાતમાં નંબરના સ્થાન પર છે. ત્યારે મનિકા બત્રાએ ચેન જિંગટોંગને હારનો સ્વાદ ચખાડ્યો હતો.
એશિયન કપના 39 વર્ષના ઈતિહાસમાં મનિકા બત્રા સૌથી સારુ પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડી બની ગઈ છે. અગાઉ વર્ષ 2015માં અચંતા શરત કમલ અને વર્ષ 2019માં જી સાથિયાન છઠ્ઠા સ્થાન પર હતા. આ બે લાખ ડોલરની ઈનામી સ્પર્ધામાં વર્લ્ડ રેન્કિંગ અને ક્વોલિફિકેશનના આધાર પર મહાદ્વીપના પુરુષ અને મહિલા વર્ગમાં ટોપ 16 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ઘણી ટુર્નામેંટમાં મેડલ જીતી ચૂક્યા છે મનિકા
મનિકા કોમનવેલ્થ ગેમ્સમાં બે વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. તેણે ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2018માં મહિલા ટીમ અને સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે 2018માં વિમેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મનિકા બત્રાએ એશિયન ગેમ્સ 2018માં પણ મેડલ જીત્યો હતો અને જાકાર્તામાં યોજાયેલી ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે સાઉથ એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે.