IPL 2023 Punjab Kings: પંજાબ કિંગ્સે આગામી સિઝન માટે ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર વસીમ જાફરને ફરીથી બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા.

IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ પંજાબ કિંગ્સે એક વર્ષના અંતરાલ પછી આગામી સિઝન માટે ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર વસીમ જાફરને ફરીથી બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પણ સારા સમાચાર છે.

બુધવાર 16 નવેમ્બર 2022 ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસને જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન પહેલા મેદાન પર પરત ફરશે.

આક્રમક બેટ્સમેન અને ઓફ-બ્રેક બોલર ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. એક વિચિત્ર અકસ્માતમાં પગ તૂટ્યા બાદ મેક્સવેલ 12 અઠવાડિયા સુધી બહાર રહે તેવી શક્યતા છે. મેક્સવેલને એક મિત્રની 50મી બર્થડે પાર્ટી દરમિયાન ઈજા થઈ હતી. આ પછી, 13 નવેમ્બર, રવિવારે તેની સર્જરી થઈ.

બર્થડે પાર્ટીમાં ગ્લેન મેક્સવેલનો પગ તૂટ્યો હતો

આક્રમક બેટ્સમેન અને ઓફ-બ્રેક બોલર ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. એક વિચિત્ર અકસ્માતમાં પગ તૂટ્યા બાદ મેક્સવેલ 12 અઠવાડિયા સુધી બહાર રહે તેવી શક્યતા છે.

ગ્લેન મેક્સવેલ 13 ડિસેમ્બરથી 4 ફેબ્રુઆરી સુધી ચાલનારી બિગ બેશ લીગમાં રમી શકશે નહીં. મિત્રની 50મી બર્થડે પાર્ટી દરમિયાન મેક્સવેલને ઈજા થઈ હતી. આ પછી 13 નવેમ્બર રવિવારે તેની સર્જરી થઈ.

માઈક હેસને આરસીબી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કહ્યું, ‘ગ્લેન મેક્સવેલને લઈને થોડી ચિંતા છે, તે તૂટેલા પગ સાથે રિટેન્શન (ટીમમાં ખેલાડીને જાળવી રાખવા) તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાથના કરીએ છીએ.

માઈક હેસને કહ્યું, ‘જોકે, અમારી પાસે માહિતી છે કે તે IPL 2023 પહેલા પરત ફરશે અને ક્રિકેટ રમશે. ટીમમાં ત્રિ-પરિમાણીય ખેલાડી હોવું તે ટીમને સંતુલિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here