INDvsNZ: ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવની શાનદાર સદીની ઈનિંગ્સ બાદ હુડાએ ચાર વિકેટ લીધી હતી.

નવી દિલ્હી: હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવની શાનદાર સદીની ઈનિંગ્સ બાદ યુઝવેન્દ્ર ચહલ અને હુડાની શાનદાર બોલિંગે યજમાનોને હરાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટે 191 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે ટી20માં બીજી વખત સદી ફટકારી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં માત્ર 126 રન જ બનાવી શકી હતી. ભારતે 65 રનથી જીત મેળવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ન્યૂઝીલેન્ડે આજની મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર્સમાં 191 રન બનાવ્યા હતા જેમાં સૂર્યકુમારના 51 બોલમાં 111 રનનો પણ સમાવેશ થાય છે.

ભારતે પ્રથમ બેટિંગ કરતા ઈશાન કિશન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ઓપનર્સ તરીકે ઉતાર્યા હતા. ઋષભની આજે પણ નિષ્ફળતા ચિંતાનો વિષય બની હતી. તો ઈશાન કિશને થોડી સ્થિરતા ભરી શરૂઆત કરતાં 31 બોલમાં 36 રન કર્યા હતા.

સૂર્યાની સદી, હુડાની ચાર વિકેટ

ભારત સામે 192 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમનાના બેટ્સમીનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલની સ્પિન સામે ખુલીને રમી શક્ય નહોતા. અને ભોંયભેગા થયા હતા.

ભુવનેશ્વર કુમારે કીવીઝને પહેલી જ ઓવરમાં ફિન એલનના રૂપમાં ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. દીપક હુડ્ડાએ મેચમાં ચાર વિકેટ લઈને કિવી ટીમની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. હુડ્ડાએ 2.5 ઓવરમાં માત્ર 10 રન આપીને 4 વિકેટ લીધી હતી. એક સમયે તો તે હેટ્રિક પર હતો પરંતુ તે ચૂકી ગયો હતો. બીજી ઈનિંગની 19મી ઓવરના બીજા બોલ પર ઈશ સોઢીની વિકેટ મેળવી હતી. આ પછી ત્રીજા બોલ પર ટિમ સાઉથી અને પાંચમા બોલ પર એડમ મિલ્ને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને 52 બોલમાં 61 રન બનાવ્યા હતા પરંતુ તેનાથી મેચમાં કોઈ ફરક પડ્યો ન હતો. ન્યુઝીલેંડ ખરાબ રીતે હાર્યું હતું અને વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાને હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો.

સૂર્યકુમારની ટોપ ક્લાસ સદી

જોરદાર ફોર્મમાં ચાલી રહેલા વિસ્ફોટ્ક ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પણ ન્યૂઝીલેન્ડ સામે તેની મજબૂત બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. તેણે 32 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. અહીંથી આ બેટ્સમેને પોતાનો ગિયર સાવ જ બદલી નાખ્યો અને સદી ક્યારે ફટકારી તે ખબર જ પડી નહોતી. સૂર્યાએ ત્યાર પછીના 17 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને સદી ફટકારી હતી. કુલ 49 બોલ રમીને 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને ટી20 ઈન્ટરનેશનલમાં પોતાની બીજી સદી ફટકારી હતી.

છેલ્લી ઓવરમાં સાઉધીએ માત્ર પાંચ રન આપ્યા

ન્યુઝીલેંડ તરફથી ટીમ સાઉધીએ હેટ ટ્રિક લીધી હતી. મેચની છેલ્લી ઓવરમાં ટેને શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં ટિમ ઈન્ડિયાને 191 રન સુધી જ સીમિત રાખી હતી. છેલ્લી ઓવરમાં સાઉધીએ માત્ર પાંચ રન આપ્યા હતા. તેણે એક પણ બેટ્સમેનને રન બાઉન્ડ્રી ફટકારવાનો ચાંસ નહોતો આપ્યો. કેપ્ટન હાર્દિક પંડ્યાને આઉટ કર્યા બાદ તરત જ વિસ્ફોટ્ક બેટ્સમેન ઓલરાઉંડર દિપક હુડા આવ્યો હતો તેને સાઉધીએ પહેલા જ બોલે ચાલતો કર્યો હતો અને લોકિ ફર્ગ્યુસને તેનો કેચ કર્યો હતો. ત્યાર બાદ વોશિંગ્ટ્ન સુંદર બેટિંગમાં આવ્યો હતો જેનો કેચ નિશામે કર્યો હતો અને સાઉધીએ હેટ ટ્રિક લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here