FIFA world Cup: અત્યારે ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. જેમાં 1974 પછી પ્રથમ વખત પોતાની પહેલી મેચમાં આર્જેન્ટિનાએ બે ગોલ કર્યા છે. તે વખતે આર્જેન્ટિનાને પોલેન્ટ સામે 2-3થી હારનો સામનો કર્યો પડ્યો હતો. સાઉદી અરેબિયાની વર્લ્ડ કપના ઈતિહાસમાં આ માત્ર ત્રીજી જીત છે.

ફિફા વર્લ્ડ કપના ત્રીજા દિવસે એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ મેચના ખિતાબની પ્રબળ દાવેદાર મનાતી આર્જેન્ટિના ટીમને વર્લ્ડ રેન્કિંગમાં 49માં નંબરની ટીમ સાઉદી અરેબિયાએ 2-1થી હરાવી છે. આ હાર સાથે આર્જેન્ટિના માટે આગળનો રસ્તો ખુબ જ મુશ્કેલ બની શકે છે. આ સાથે હવે આર્જેન્ટિના 27મી નવેમ્બરે મેક્સિકો અને 30 નવેમ્બરે પોલેન્ડ મેચ યોજાશે. આજની હારના પરિણામે આર્જેન્ટિનાની ટીમ ગ્રુપ સીમાં છેલ્લા સાથે પહોચી ગઈ છે.

36 મેચોની જીતનો સિલસિલો તૂટી ગયો

10મી મિનિટે સુકાની કપ્તાન લિયોનલ મેસીના ગોલના કારણે પણ ટીમ મેચ જીતી શકી નથી. સાઉદી અરેબિયા તરફથી સાલેહ અલસેહરીએ 48મી મિનિટે અને 53મી મિનિટે સાલેમ અલ્દવસારીએ ગોલ કર્યો હતો. આજની હાલ સાથે આર્જેન્ટિના ટીમનો સતત 36 મેચોની જીતનો સિલસિલો તૂટી ગયો છે. આ દરમિયાન તેણે 25 મેચોમાં જીત મેળવી છે, જ્યારે 11 મેચ ડ્રો થઈ હતી.

આર્જેન્ટિનાની ટીમએ હારનો સામનો કર્યો

1974 પછી પ્રથમ વખત આર્જેન્ટિનાની ટીમને હારનો સામનો કર્યો પડ્યો છે. તે પહેલી વખત પોતાની પહેલી મેચમાં બે ગોલ કર્યા છે. તે વખતે આર્જેન્ટિનાને પોલેન્ડ સામે 2-3થી હાર મળી હતી. આ સાથે સાઉદી અરેબિયાની વિશ્વ કપના ઈતિહાસમાં આ માત્ર ત્રીજી જીત છે. આર્જેન્ટિનાએ હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જવા માટે તેની બાકીની બે મેચ જીતવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here