ફૂટબોલ વર્લ્ડકપની આ 22મી સીઝન છે જેમાં 3.6 હજાર કરોડ રૂપિયાની કુલ પ્રાઇઝ મની વહેચવામાં આવશે. જો ક્રિકેટમાં રમાયેલ ટી-20 વર્લ્ડકપ અને આઇપીએલ સાથે તેની તુલના કરીએ તો આ ઘણી વધારે છે

FIFA World Cup Prize Money: ફીફા વર્લ્ડકપ 2022ની શરૂઆત 20 નવેમ્બરથી કતારમાં થઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 32 ટીમ ભાગ લઇ રહી છે. તમામ ટીમને ચાર-ચારના આઠ પૂલમાં વહેચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજ બાદ રાઉન્ડ ઓફ 16, પછી ક્વાર્ટર ફાઇનલ તે પછી સેમિ ફાઇનલ અને 18 ડિસેમ્બરે ફાઇનલ મેચ રમાશે.

ફૂટબોલ વર્લ્ડકપની આ 22મી સીઝન છે જેમાં 3.6 હજાર કરોડ રૂપિયાની કુલ પ્રાઇઝ મની વહેચવામાં આવશે. જો ક્રિકેટમાં રમાયેલ ટી-20 વર્લ્ડકપ અને આઇપીએલ સાથે તેની તુલના કરીએ તો આ ઘણી વધારે છે.

તમને જણાવી દઇએ કે ટી-20 વર્લ્ડકપની ટોટલ પ્રાઇઝ મની આશરે 45.68 કરોડ રૂપિયા હતી. જ્યારે આઇપીએલમાં કુલ ઇનામી રકમ 46.5 કરોડ રૂપિયા છે. જો ફીફાની 3.6 હજાર કરોડ સાથે તેની તુલના કરીએ તો ક્રિકેટ વર્લ્ડકપ કરતા આ 80 ગણી વધારે છે. ફૂટબોલ વર્લ્ડમાં ભાગ લઇ રહેલી તે 16 ટીમોને પણ જેટલી રકમ મળશે તેટલી રકમ ક્રિકેટની આ ટૂર્નામેન્ટની કુલ રકમ પણ થી. જી હાં, ફીફા અંતિમ 16 અથવા 17થી 32માં નંબર પર રહેનારી ટીમોને પણ 74 કરોડ રૂપિયા આપશે.

FIFA વર્લ્ડકપની પ્રાઇઝ મની પર એક નજર

ચેમ્પિયન- 342.3 કરોડ રૂપિયા

રનર્સ અપ-245 કરોડ રૂપિયા

ત્રીજા સ્થાન પર રહેલી ટીમ- 220 કરોડ રૂપિયા

ચોથા સ્થાન પર રહેલી ટીમ- 204 કરોડ રૂપિયા

5-8 સ્થાન પર રહેલી ટીમ- 138 કરોડ રૂપિયા

9-16 સ્થાન પર રહેલી ટીમ- 106 કરોડ રૂપિયા

17-32 સ્થાન પર રહેલી ટીમ- 74 કરોડ રૂપિયા


જો ફીફાની આ પ્રાઇઝ મનીની તુલના ટી-20 વર્લ્ડકપ અને આઇપીએલની પ્રાઇઝ મની સાથે કરીએ તો તે ઘણી ઓછી લાગશે. આઇપીએલમાં ચેમ્પિયન ટીમને 20 કરોડ તો ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન ટીમને 13 કરોડ રૂપિયા રકમ આપવામાં આવે છે. વિનરની પ્રાઇઝ મનીમાં જ આશરે 26 ગણુ વધારે અંતર છે, માટે ભારતમાં ભલે તેની ધૂમ ના હોય પણ યૂરોપીય દેશમાં ફીફા વર્લ્ડકપનો જોરદાર ક્રેઝ જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here