અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનીક સર્ક્યુલેશનને પગલે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠામાં એનડીઆરએફના 24 જવાનોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. મહેસાણા અને પાટણ જિલ્લામાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
વાવણી પર કાચુ સોનુ વરસ્યું : ધોરાજી,મોટીમારડ,જામકંડોરણા, ગીરગઢડા, જુનાગઢ,વંથલી, તલાલા, ગીરજંગલ, કોડીનાર, માણાવદર, લિલીયા, વીરપુર,વડિયા, ધારી સહિત સૌરાષ્ટ્રના ૫૪થી વધુ તાલુકામાં મેઘરાજાની અમીવર્ષા
રવિવારે બપોરે 2.30 વાગે મહેસાણા શહેરમાં માનવ આશ્રમ વિસ્તારમાં એક કલાકમાં વરસાદી ઝાપટામાં સોસાયટીઓ સાઇડના રસ્તાઓમાં પાણી ભરાયા હતા
ભારે વરસાદના એલર્ટ વચ્ચે પાલનપુરમાં NDRની ટીમ ઉતારાઈ
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. રવિવારે એનડીઆરએફના 24 જવાનોની ટીમ પાલનપુર પહોંચી હતી.
Vadodara, Gujarat | NDRF 6th battalion deployed at Jarod near Vadodara to deal with the flood situation pic.twitter.com/ihsGF5TLhy
— ANI (@ANI) July 3, 2022