સુરતના કિરણ ચોક ખાતે ચાલતા ગજાનંદ એરોબિક્સ એન્ડ યોગા ગ્રુપ દ્વારા સેવાના ભાવથી યોગા અને એરોબિક શિખવાડવામાં આવે છે.  આ  ક્લબમાં મુકેશભાઈનાં પ ત્ની પાયલબેન મેંદપરા છેલ્લા ઘણા સમયથી મહિલાઓને એરોબિક્સ શીખવાડી રહ્યાં છે. દરમિયાન મુકેશભાઈ મેંદપરા પણ હોળીની રજાને લઈ યોગા ગ્રુપમાં જોડાયા હતા. યોગા શીખી રહ્યા હતા. દરમિયાન તેમનું અચાનક મોત થઈ જતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

 

સુરતના કિરણ ચોક ખાતે ચાલતા ગજાનંદ એરોબિક્સ એન્ડ યોગા ક્લબમાં મુકેશભાઈનાં પત્ની પાયલબેન મેંદપરા છેલ્લા ઘણા સમયથી મહિલાઓને એરોબિક્સ શીખવાડી રહ્યાં છે. મુકેશભાઈનાં પત્ની ગૃહિણી છે. જેને લઇ તેઓ આ ક્લબમાં જોડાયા બાદ સેવા આપી રહ્યાં છે. દરમિયાન મુકેશભાઈને હોળીને લઇ હીરા કારખાનામાં રજા હોવાથી તેમની પત્ની જે જગ્યાએ શિખવાડવા જાય છે. ત્યાં તેમની સાથે ગયા હતા અને યોગા શીખી રહ્યા હતા.

 

આ દરમિયાન સવારે અચાનક તેમને ગેસ જેવુ લાગ્યુ તો તેઓને આરામ કરવા માટે સૂવડાવવામાં આવ્યા. ત્યારબાદ ડોક્ટરને બતાવવા નજીકના ડાયમંડ હોસ્પિટલમાં ઓટોમાં લઈ જવામાં આવી રહ્યા હતા. રિક્ષામાં તેમની તબિયત વધુ ખરાબ થઈ અને તેઓ બેહોશ થઈ ગયા. હોસ્પિટલ પહોચીને ડોક્ટરો દ્વારા તપાસ કરતા તેમને કહ્યું હતું કે, તેમનું મોત થઈ ચૂક્યું છે. તેમને રસ્તામાં હૃદય રોગનો હુમલો આવ્યો હોઈ શકે છે. 

 

ખુશખુશાલ પરિવારમાં અચાનક મુકેશભાઈ મેંદપરાનું મોત થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મુકેશભાઈના પરિવારમાં પત્ની પાયલબેન, એક દીકરી અને એક દીકરો છે. દીકરી 22 વર્ષની અને દીકરો 18 વર્ષનો છે. બંને કોલેજમાં અભ્યાસ કરે છે. સૂરતમાં આ પહેલા પણ ક્રિકેટ રમતા ત્રણ યુવાનો આ રીતે આકસ્મિત પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.  અચાનક થઈ રહેલા આ પ્રકારના મોતથી સૌ કોઈના મનમા સ્વાસ્થ્ય સામે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. શરીરને સ્વસ્થ રાખવા શુ કરવુ અને શુ ન કરવુ એ પણ એક મોટો પ્રશ્ન ચિહ્ન બની ગયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here