ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતના વેપારીઓ ડાયમંડમાંથી અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. સુરતના વેપારી શ્રેયાંશ શાહ એ માની ન શકાય તેવી વધુ એક વસ્તુ ડાયમંડમાંથી બનાવી છે. દાંતનાં ચોકઠાં પણ જુદા જુદા પ્રકારના ડાયમંડમાંથી બનાવવામાં આવી રહ્યાં છે. તેની ખરીદી માટે વિદેશોમાંથી પણ ઓર્ડર આવી રહ્યો છે.

diamond-studded tooth frames

સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શ્રેયાંશ શાહ પાસે દાંતના ચોકઠાંના બીબાની ડિઝાઇન મોકલવામાં આવે છે અને તેના આધાર પર ડાયમંડ સાથેના ચમકદાર દાંત બનાવાઈ રહ્યા છે. જેની કિંમત 25 લાખ સુધીની છે. આ ચોકઠાં એવાં છે કે, તમે હસો તો કોઈની પણ આંખ અંજાઈ જશે. ડાયમંડમાંથી બુટ્ટી, વીંટી, ગાળાનો હાર, ચેઈન કે પછી શરીર પર શોભા આપતી જુદા જુદા પ્રકારની વસ્તુઓ બનતી જોઈ છે. તે ઉપરાંત આ ડાયમંડનો ઉપયોગ બેલ્ટ, મોબાઈલના કવર કે ઘડિયાળમાં પણ કરવામાં આવ્યો હોય તેવું જોવા મળ્યું છે અને સાંભળ્યું પણ છે. પરંતુ તમે બોલો કે હસો ત્યારે તમારા દાંત પણ જો ડાયમંડથી ચમકે એવું જોયું કે સાંભળ્યું નહીં હોય, પણ સુરતના વેપારીઓએ એ પણ કરી બતાવ્યું છે.

news of gujarat

સુરતમાં દાંતના આખાં ને આખાં ચોકઠાં વિવિધ પ્રકારના નાનામાં નાના ડાયમંડથી તૈયાર થઈ રહ્યાં છે.દાંત તૂટી જાય કે દુખાવાને લઈ દાંત કાઢવો પડે એવા સંજોગોમાં કાંઈક નવું કરવા ઈચ્છતા લોકો ચાંદીમાં કે સોનામાં દાંત બનાવડાવીને ફિટ કરાવતા હતા. પરંતુ હવે તો આખા ને આખા દાંત અને ચોકઠાં ડાયમંડમાંથી તૈયાર કરવામાં આવી રહ્યાં છે. સિલ્વર, ગોલ્ડ, નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, મોઝોનાઈટ ડાયમંડનો ઉપયોગ કરીને દાંતનાં ચોકઠાં બનાવવામાં આવી રહ્યાં છે.સોના-ચાંદી, નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ અને મોઝોનાઈટ ડાયમંડમાંથી બનેલા દાંતનાં ચોકઠાં સુરતના જ્વેલર્સ દ્વારા મોટા પ્રમાણમાં બનાવવામાં આવી રહ્યાં છે. જેની કિંમત 25 લાખ રૂપિયા સુધીની છે. ચોકઠામાં 16 દાંત સોના અને ચાંદીમાંથી બનાવવામાં આવે છે અને 1500થી 2000 નંગ ડાયમંડ લગાવવામાં આવે છે. જેમાં 10, 14 અને 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે.ડાયમંડમાંથી બનાવેલાં ચોકઠાંની ખાસિયત પણ ખૂબ જ વિશેષ અને યુનિક છે. જેવી રીતે વીંટી, નેકલેસ કે પછી કાનની બુટ્ટીને ગમે ત્યારે પહેરી કે કાઢી શકાય તેવી જ રીતે આ ચોકઠાં પણ ગમે ત્યારે પહેરી કે કાઢી શકાય છે. એટલું જ નહીં આ ચોકઠાં પહેરીને ખાઈ પણ શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here