શહેરમાં કેટલાક લુખ્ખાઓ અને રોમિયો છાપ વ્યક્તિઓ સતત રોડ ઉપર ફરતા રહે છે અને મહિલાઓને પરેશાન કરતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ગોડાદરા વિસ્તારમાં એવી જ રીતે એક રોમિયો મહિલાનો સતત પીછો કરતો હોવાનો મહિલાને સમજાઈ જતા તેણે રોમિયોને રસ્તા ઉપર જ જાહેરમાં ચપ્પલ વડે માર્યો હોવાનો વિડિયો સામે આવ્યો છે.

 

ગોડાદરા વિસ્તારમાં પસાર થતી પરણિતાને છેલ્લા ઘણા સમયથી પરેશાન કરતો હોવાની ઘટના સામે આવી હતી. પિડીત મહિલાએ રોમિયોને રસ્તા ઉપર જ ઉભો રાખ્યો હતો અને તેનો પીછો કેમ કરે છે એવું પૂછીને જાહેરમાં જ માર મારવાનું શરૂ કરી દીધું હતું. એકાએક મહિલાએ રોમિયો માર મારવાનું શરૂ કરતાં લોકો એકત્રિત થઈ ગયા હતા.

 

જાહેરમાં ચપ્પલ વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું. આસપાસની એકત્રિત થયેલી મહિલાઓને પણ પીડિત મહિલાએ કીધું કે છેલ્લા ઘણા સમયથી તે મારી પાછળ જ રહેતો હોય છે.હું કામકાજ માટે જાઉં છું ત્યાં પણ મારી આસપાસ ફરક તો રહે છે અને મારી છેડતી કરવાનો પ્રયાસ કરે છે. જાહેરમાં જ મહિલાએ મેથીપાક ચખાવાનું શરૂ કરતાં રોમિયોએ ત્યાંથી નાસી જવાનું મુનાસીબ માન્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here