સુરતના સચિન વિસ્તારમાં ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપીના પિતાનું જીવન સુરતની સચિન પોલીસે ઉગાર્યું છે. છેલ્લા એક મહિનાથી એસઓજીએ પકડેલા ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને તપાસ માટે સચિન પોલીસ તેના ઘરે પહોંચી તો તેના પિતા ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં રહેતા હોવાનું જાણવા મળ્યું. એટલી દુર્ગંધ અને કીડા જીવાતની વચ્ચે પિતા જીવન વ્યતીત કરતા હતા. જે જોઈ સચિન પોલીસના બંને પોલીસ કર્મી અત્યંત વિમાસણમાં મુકાયા હતા. અને ત્યારબાદ પોલીસે પોતાની માનવતા મહેકાવી વૃદ્ધને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢી એનજીઓની મદદથી શેલ્ટર હોમ મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી.

​​​​​​સુરત શહેર પોલીસ સુરતને ડ્રગ્સ મુક્ત શહેર બનાવવા માટે સે નો ટુ ડ્રગ્સ ચલાવી રહી છે. જે અંતર્ગત ગત 16 ઓક્ટોમ્બરના રોજ સુરતની એસઓજી પોલીસે શહેરમાંથી મોટું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ગુનામાં પોલીસે સચિનમાં રહેતા પપ્પુ નામના યુવકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે છેલ્લા એકથી દોઢ મહિનાથી આ પપ્પુને પકડવા પોલીસ પ્રયાસ કરી રહી છે દરમિયાન સુરત સચિન પોલીસના બે પોલીસ કર્મી આ યુવકનું એડ્રેસ શોધી તેના ઘરે તપાસ કરવા માટે ગઈ હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તે છેલ્લા દોઢ માસથી ડ્રગ્સ કેસમાં ફરાર હોવાથી ઘરે આવ્યો જ નથી. જેને લઇ તેના વૃદ્ધ પિતાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. પિતા અત્યંત દુર્ગંધવાળી અને કીડા-મકોડા જેવા જીવાતોની વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે. આ સ્થિતિ જોતા જ સચિનના બંને પોલીસ કર્મી સ્તબ્ધ થઈ ગયા હતા. અને આ વૃદ્ધ માટે સારી જિંદગી મળે રહે તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ઓક્ટોબર માસમાં 509 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક પપ્પુને વોન્ટેડ જાહેર કરાયો હતો.પપ્પુની સચિનમાં રહેતો હોવાની ઓળખ થયા બાદ તેની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. જેથી તેના ઘરને તપાસ કરવા માટે સચિન પોલીસ સ્ટેશનના એએસઆઇ કિશોર પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહને મોકલ્યા હતા .જ્યા બંને પોલીસ કર્મી આરોપીના ઘરે પહોંચ્યા તો ઘરની સ્થિતિ જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે પહેલા તો ઘરનો દરવાજો બંધ હતો અને ઘરની અંદર એક વૃદ્ધ સિવાય બીજું કોઈ હતું નહીં. તે ઉપરાંત આખા ઘરમાં કીડા મકોડા અને અન્ય જીવાતો ફરી રહી હતી. સાથે સાથે અત્યંત અસહ્ય દુર્ગંધ ઘરમાંથી આવી રહી હતી. આ બધાની વચ્ચે વૃદ્ધ પોતાનું જીવન ગુજારી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here