અમદાવાદમાં આડાસંબંધોમાં હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે બાપુનગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક યુવક ગુમ થયો હતો. આ યુવકની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ થતાં પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસને તપાસમાં ગુમ યુવકની આડા સંબંધમાં હત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.આ યુવકની મિત્રની પત્નીની છેડતી કરી એક તરફી પ્રેમ કરતો હોવાથી મિત્રએ પત્ની સાથે મળીને સરપ્રાઈઝ આપવાનું કહીને ઘરે બોલાવી હત્યા કરી હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું છે.મૃતકની હત્યા કરી લાશન ટુકડા કરી કેનાલમાં ફેંક્યા હતા જે તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી આવ્યા છે.

 

પ્રાપ્ત વિગતો પ્રમાણે બાપુનગરમાં રહેતા મોહમંદ મેરાજ નામના યુવકને ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદ સાથે મિત્રતા હતી.આ મિત્રતા દરમિયાન સુલતાનની પત્ની રિઝવાનાને મેરજા છેડતી કરતો હતો તથા સબંધ રાખવા દબાણ કરતો હતો.આ અંગે સુલતાનને જાણ થઈ હતી જેથી સુલતાને પત્ની સાથે મળીને જ મેરાજની હત્યાનું કાવતરું રચી કાઢ્યું હતું.22 જાન્યુરીએ સુલતાનની પત્ની રીઝવાનાએ મેરજાને ઘરે સરપ્રાઈઝ આપવા બોલાવ્યો હતો.

 

મેરજા સુલતાનના ઘરે પહોંચતા જ રિઝવાનાએ આંખે દુપટ્ટો બાંધીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા કહ્યું હતું. આ દરમિયાન સુલતાને મેરજાના પેટમાં તલવાર મારી આરપાર કરી દીધી હતી.માથું પણ ધડથી અલગ કરીને કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું જ્યારે લાશના ટુકડા કરીને થેલીઓમાં ભરી ઓઢવ કેનાલમાં ફેંકી દીધા હતા. મેરજાના પરિવારે મેરજા ગુમ હોવાની પોલીસને જાણ કરી હતી.પરિવારે નિવેદનમાં સુલતાન અને રીઝવાનાનું નામ પણ લખાવ્યું હતું. 

 

ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી ત્યારે બાતમી પણ મળી હતી જેથી બંનેની અટકાયત કરીને પૂછપરછ કરતા હત્યા અંગે કબૂલાત કરી હતી. સુલતાને પોલીસને જણાવ્યું હતું કે મેરજા તેની પત્નીને સબંધ રાખવા દબાણ કરતો હતો અને તેને બંને પર શંકા પણ હતી જેથી પત્ની સાથે મળીને હત્યા કરી દીધી છે.કરામે બ્રાન્ચે હત્યાનો ગુનો નોંધી પતિ પત્નીની અટકાયત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here