વડોદરા શહેરમાં વધુ એક વિધર્મી યુવક દ્વારા સગીરા પરને ટ્યુશન ક્લાસથી ઉપાડી જઇ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ અંગે સગીરાના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારી માંગણી છે કે આરોપીને આજીવન કેદની સજા થવી જોઇએ. જો સરકાર ન્યાય ન અપાવી શકતી હોય તો આરોપી મને સોંપી દો હું તેને કાપી નાખીશ અને જેલમાં જઇશ. શહેરના વડસર વિસ્તારમાં વિધર્મી યુવકે પૂર્મ પ્રેમિકાની સાસુની હત્યા બાદ હવે વધુ એક વિધર્મી યુવક દ્વારા સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે.વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત 10 સપ્ટેમ્બરના રોજ 13 વર્ષની સગીરાને તેના પિતા ટ્યુશન ક્લાસમાં મુકીવા માટે ગયા હતા. આ દરમિયાન સગીરાએ તેના પિતાને કહ્યું હતું કે મારી મિત્રનો જન્મદિવસ હોવાનથી હું મોડેથી ઘરે આવીશ. જો કે સગીરા અંધારુ થઇ ગયું હોવા છતાં ઘરે પરત ન ફરતા પિતાએ તેમની દીકરીને સહેલીને ફોન કર્યો હતો. જોકે સહેલીના પિતાએ ફોન પર જણાવ્યું હતું કે મારી દીકરીનો જન્મદિવસ નથી અને તમારી દીકરી મારા ઘરે આવી જ નથી.ચિંતાતૂર પિતાએ દીકરીને શોધખોળ શરૂ કરી હતી અને પોતાની પત્નીના મોબાઇલમાં બે દિવસ પહેલા આવેલ અજાણ્યા નંબર પર ફોન કરતા તેમને જાણવા મળ્યું કે તેમની દીકરી માંજલપુરમાં છે અને દસ મિનિટમાં ઘરે આવી જશે. સગીરા ઘરે પરત ફરતા પરિવારજનોને તેણે જણાવ્યું હતું કે આપણી દુકાનની બાજુમાં ગેરેજમાં કામ કરતો મોઇન પઠાણ (રહે. તાંદલજા, વડોદરા) મને ટ્યુશન ક્લાસ બાદ તેની સાથે તેના ઘરે ફ્લેટમાં લઇ ગયો હતો.

જ્યાં કેટલીક મહિલાઓ પણ હાજર હતી. આ મહિલાઓએ મારા વિશે પુછ્યું તો મોઇને કહ્યું કે આ મારી મિત્ર છે. તેમ કહી તે મને તેના બેડરૂમમાં લઇ ગયો અને મારી સાથે બળજબરી કરવા લાગ્યો. મેં ના પાડતા તેણે ધમકી આપી કે જો તું શરીર સંબંધ નહીં બાંધવા દે તો હું તને અહીંથી નહીં જવા દઉ. તેણે મારા બધા વસ્ત્રો ઉતારી દીધા અને મારી સાથે દુષ્કર્મ આચર્યું.મોઇન પઠાણે બીજા દિવસે સગીરાનો ફોન કરીને ધમકી પણ આપી હતી કે જો તું શારીરિક સંબંધ અંગે પરિવારને જાણ કરી તો હું તને લઇને ભાગી જઇશ અને તો તું નહીં આવે તો હું તને ઉઠાવી જઇશ. સગીરાએ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરતા સગીરાના પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ઘટના અંગે તપાસ કરી રહેતા ACP રાજગોરે જણાવ્યું હતું કે આ મામલે આરોપી મોઇન પઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ આ ઘટનામાં જો કોઇ બીજાની સામેલગીરી હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે. આ બનવામાં લવજેહાદ અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમા તેમણે કહ્યું હતું કે, લવજેહાદના એંગલથી પણ તપાસ કરીશું અને તેવું કંઇ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આરોપી મોઇન પાઠણ સગીરા સાથે સોશિયલ મીડિયા પર પણ સંપર્કમાં રહેતો હતો. એટલું જ નહીં મોઇને ઇન્સ્ટાગ્રામ પર મીસ્ટર આર્યન નામની આઇડી બનાવ્યું હતું.શહેરના વડસર બ્રિજ પાસે શ્રીઅંબે ફ્લેટમાં રહેલી પૂર્મ પ્રમિકાના સાસુની વિધર્મી પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવ્યાના બે દિવસ બાદ હવે વિધર્મી યુવકે સગીરા પર દુષ્કર્મની ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી મુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here