પતિએ તેણીને સુહાગરાતે કહ્યુ હતું કે, તેના જીવનમાં બીજી કોઈ મહિલા છે. તેણે ફક્ત પરિવારના કહેવાથી તેની સાથે લગ્ન કર્યાં છે. પતિની આવી વાત બાદ ફરિયાદીને સુહાગરાતે જ મોટો આઘાત લાગ્યો હતો. માલવીયાનગર પોલીસ મથકે એક યુવતીએ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી મહિલાએ પોતાના પતિ, દીયર, સાસુઅને સસરા સામે ફરિયાદ આપી છે

 

ફરિયાદીના કહેવા પ્રમાણે તેણીના લગ્ન 2005ના વર્ષમાં જતીન સગપરીયા સાથે થયા હતા. લગ્ન જીવનથી બંનેને એક દીકરો છે. પતિએ તેણીને સુહાગરાતે કહ્યુ હતું કે, તેના જીવનમાં બીજી કોઈ મહિલા છે. પતિએ તેણીને સુહાગરાતે કહ્યુ હતું કે, તેના જીવનમાં બીજી કોઈ મહિલા છે. 

 

તેણીએ પોતાનો સંસાર બગડે નહીં તે માટે પતિને ખૂબ સમજાવ્યો હતો. પતિ સુધરી જશે તેવું માનીને ફરિયાદીએ શરૂઆતમાં આ વાત કોઈને કરી ન હતી. જોકે, પતિ સુધર્યો ન હતો અને થોડા દિવસ બાદ તું ગમતી નથી તેવું કહીને ફરિયાદીને છૂટાછેડા આપી દેવાનું જણાવ્યું હતું. પરિણીતા લગ્ન જીવન બચાવવા માટે બધુ સહન કરતી રહી હતી. પરિવારના અન્ય સભ્યો સમક્ષ આ વાત કરતા તેમણે પણ પતિને પક્ષ લીધો હતો અને સતત ઝઘડા કરવા લાગ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here