વડોદરાઃ ઇસ્કોનના ઉપક્રમે 40  વર્ષની પરંપરા મુજબ આગામી તા.1 લીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી શહેર પોલીસ કમિશનરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ કરી બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી છે.  

 

બે વર્ષ બાદ કોઈ જાતના નિયત્રણ વગર નીકળનારી રથયાત્રામાં આ વખતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને ૩૦ ટન શીરાનો પ્રસાદ બનાવવાનુ નક્કી કરાયુ છે.

 

એક સાથે સાત થી આઠ ગેસના ચૂલા પર શીરો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 15 થી 16 જેટલા મોટા તપેલામાં શીરો બનાવવામાં આવી રહ્યો છે.  30 ટન શીરો બનાવવા માટે 50 જેટલા ગેસના બોટલનો વપરાશ થવાનો છે.

 

 શીરા માટે ૩૦૦૦ કિલો સુજી, ૩૦૦૦ કિલો ખાંડનો ઉપયોગ થઈ રહ્યો છે. સાથે સાથે ૩૦૦૦ કિલો ઘી ઉપયોગમાં લેવામાં આવી રહ્યુ છે. શીરા માટે 250 કિલો ડ્રાયફ્રુટ પણ મિક્સ કરવા માટે તૈયાર રાખવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here