બોલિવુડની પ્રસિધ્ધ સંગીત બેલડી સચિન-જીગર દ્વારા રજૂ થનાર “રણ કે રંગ” નામના મ્યુઝિક વિડીયોને કારણે કચ્છનું સફેદ રણ નવી ઉંચાઈઓ હાંસલ કરશે. લલ્લુજી એન્ડ સન્સ દ્વારા પ્રસ્તુત આ વિડીયોમાં કચ્છની અનોખી સંસ્કૃતિ, વારસો અને ભવ્યતા રજૂ કરાઈ છે અને દર્શકો સમક્ષ તે કચ્છના સૌંદર્ય અને ચમકદાર રંગોની રજૂઆત કરે છે.

 

“રણ કી કહાનિયાં” ની રજૂઆતથી કચ્છના સફેદ રણ અંગેનો આ બીજો મ્યુઝિક વિડીયો છે. મેરાકી હાલ ખાતે બુધવારના રોજ “રણ કે રંગ” ની રજૂઆત પ્રસંગે જાણીતા રાષ્ટ્રિય આગેવાનો, સેલિબ્રિટીઝ, સોશ્યલ મિડીયા ઈન્ફ્લુઅન્સર્સ, ટ્રેઈલ એજન્ટ પાર્ટનર્સ અને અન્ય લોકો હાજર રહ્યા હતા.

 

“કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા” થી શરૂ થયેલી મજલ પછી “રણ કે રંગ” દ્વારા કચ્છનો વિકાસ અને વૃધ્ધિ રજૂ કરવામાં આવી છે અને તેના કારણે આ વિસ્તારની કલા અને સંસ્કૃતિને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. અગાઉ રજૂ થયેલા વિડીયોમાં કચ્છના સફેદ રણના આકર્ષક સૌંદર્યની રજૂઆત કરાઈ હતી. આ રણ 7500 ચો.કી.મી. વિસ્તારમાં પથરાયેલું છે અને તેને દુનિયાનું સૌથી મોટું સોલ્ટ ડેઝર્ટસ ગણવામાં આવે છે અને તેના કારણે કચ્છમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવામાં સહાય થઈ છે.

 

કચ્છના રૂપાંતરમાં છેલ્લા 16 વર્ષથી લલ્લુજી એન્ડ સન્સ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને રણોત્સવ- ધ ટેન્ટ સિટી મારફતે સ્થાનિક ઉત્કર્ષ માટે આકરા પ્રયાસો કરી રહ્યા છે. લોકલ ફોર વોકલના અનુભવનું ઉદાહરણ પૂરૂં પાડીને ટેન્ટ સિટીએ સફેદ રણને એક ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકેનો પ્રચાર તો કર્યો જ છે, પણ સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં મોટું યોગદાન આપ્યું છે.

 

વ્યૂહાત્મક અને અદ્દભૂત સમારંભો મારફતે 100 વર્ષથી વધુ સમયનો વારસો  અને અનુભવ ધરાવતા લલ્લુજી એન્ડ સન્સ પ્રારંભથી જ કચ્છના રણની ડિઝાઈન, સર્જન અને સંચાલનમાં મહત્વની ભૂમિકા બજાવી રહ્યું છે.

 

લલ્લુજી એન્ડ સન્સના ભાવિક શેઠ જણાવે છે કે “સફેદ રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રવાસીઓને અનોખો અનુભવ પૂરો પાડે છે. નજીકમાં કાળો ડુંગર અને અન્ય ઐતિહાસિક સ્મારકો આવેલા છે, જે પ્રવાસીઓ માટે અત્યંત આકર્ષણરૂપ પૂરવાર થયા છે. આ ઉપરાંત લોકનૃત્યો અને સંગીતના કાર્યક્રમો પણ જાણીતા છે. “રણ કે રંગ” નો ઉદ્દેશ આ અનોખી વિશેષતાઓને દર્શાવીને સફેદ રણ અંગે નોંખો જ અનુભવ પૂરો પાડવાનો છે.”

 

ભાવિક શેઠ વધુમાં જણાવે છે કે “અમારો ઉદ્દેશ સફેદ રણની શ્રેષ્ઠતા દર્શાવવાનો અને તેને ભારતનું અત્યંત લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનાવવાનો છે. સંગીતના માધ્યમથી ટુરિસ્ટ ડેસ્ટીનેશનને પ્રમોટ કરવાનો આ એક અનોખો અને સફળ પ્રયોગ છે.”

 

ગુજરાતમાં આવેલું કચ્છનું સફેદ રણ અત્યંત સુંદર અને રમ્ય સ્થળોમાં ગણના પામે છે. કચ્છનું રણ વર્ષ 2005 સુધીમાં દુનિયાથી છૂપા રખાયેલા રત્ન જેવું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેમણે કચ્છના રણની ક્ષમતા પિછાણીને રણોત્સવની શરૂઆત કરાવી હતી. તેમની દીર્ઘદ્રષ્ટિ અને સપનું સાકાર થવાના કારણે કચ્છનું સફેદ રણ આજે ડેસ્ટીનેશન ટુરિઝમનો પર્યાય બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here