રાયસણમાં આવેલા ન્યુ કુચન માર્ટમાં આજે બપોરના સમયે ત્રણ મહિલાઓ ઘૂસી હતી અને ડ્રાઇફુટ તેમજ ઘી ચોરતા કર્મચારીઓને જણાઇ હતી જેથી આ મામલે ઇન્ફોસિટી પોલીસને જાણ કરતા આ મહિલાને પકડી તપાસ કરતા તેમની પાસેથી ચોરીનો સામાન મળી આવ્યો હતો.

 

હાલમાં મીની માર્ટ અને સુપરમાર્કેટમાં પ્રવેશ કરીને ચોર ટોળકીએ કિંમતી ચીજવસ્તુની ચોરી કરી દેતી હોય છે. જો કે, સીસીટીવી સર્વેલન્સના કારણે આવી વ્યક્તિઓ કેમેરામાં કેદ પણ થઇ જાય છે. આવી જ ઘટના આજે રાયસણના પીડીપીયુ રોડ પર આવેલી ન્યુ કુચન મર્ટમાં બનવા પામી હતી જ્યાં ખરીદી કરવા માટે ઘૂસેલી ત્રણ મહિલાઓએ સુકામેવા અને ઘીની ચોરી કરીને તેમના વસ્ત્રોમાં છુપાવી દિધી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here