માંજલપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક દિયરે ભાભીને તેમના પતિનો સંદેશ આપવાનુ કહ્યુ હતુ. પણ દુષ્કર્મી આવીને ભાભીને ઘેનની દવા પીવડાની બેહોશ કરી દુષ્કર્મ કર્યો, વાત આટલામાં જ પુરી નથી થઈ આરોપીએ દુષ્કર્મનો વીડિયો ઉતારીને ભાભીને માર-મારીને 25 હજાર લઈને ફરાર થઈ ગયો અને ધમકી આપીને ગયો કે પોલીસ ફરિયાદ કરશો તો વીડિયો વાયરલ કરી નાખીશ. 

 

પોલીસ ફરિયાદ મુજબ આ પરિવાર યુપીનો શ્રમિક પરિવાર છે. પતિ સવારે થી રાત સુધી મજૂરી કામ કરે છે. ત્યારે એક શ્રમિક શ્રમિક પતિનિ દૂરનો પિતરાઈ યુપીથી આવીને તેમની સાથે રહેવા અને છૂટક મજૂરી કરવા વડોદર આવ્યો હતો. તે આ પરિવાર સાથે જ રહેતો હતો. થોડા દિવસ પહેલા યુવકની પત્નીની તબીયત બગડી તો તેને દિયરને કહ્યુ હતુ કે તે પતિને ફોન કરીને કહે કે ઘરે આવતા સમયે દવા લઈને  આવે. 

 

આ સાંભળી દિયેર પોતે ગઈ દુકાનેથી દવા લઇને આવ્યો, પણ તે ઘેનની દવા હતી એટલે તે પીતાં જ મહિલા બેહોશ થઇ ગઇ હતી. મહિલા બેહોશ થઇ જતાં દિયેરે તેની દુષ્કર્મ કર્યું હતું. તે હોશમાં આવ્યા બાદ તેને માર મારીને રૂ.25 હજાર અને તેનો મોબાઈલ લઇ દિયેર વતનમાં ભાગી ગયો હતો.

 

સાંકે પતિ જ્યારે ઘરે પરત આવ્યો તો પત્નીએ પતિને બધી વાત કહી. પતિએ દીયરની ઘરે ફોન કરીને ફરિયાદ કરવાની વાત કરી. જેથી આરોપીએ મહિલાના પતિને ધમકી આપી કે જો પોલીસ ફરિયાદ કરશો તો દુષ્કર્મ સમયે બનાવેલો વીડિયો વાયરલ કરી નાખીશ. આ પછી માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘેનની દવાથી મહિલા ચાર કલાક સુધી બેહોશ રહી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here