બારડોલીના બાબેન ગામે આવેલ વશિષ્ટ જેનેસિસ સ્કૂલના સંચાલકોએ ચોમાસાની સિઝનમાં વિદ્યાર્થીઓને છત્રી લઈ શાળાએ નહી આવવા માટેનું સૂચન કરાતા વાલીઓ મુઝવણમાં મુકાયા છે. શાળાની નજીકના વિસ્તારમાથી શાળાએ આવતા વિધ્યાર્થીના વાલીઓ પણ શાળાના વિચિત્ર ફરમાનથી બાળકો માટે રેઇનકોટ લેવાનો વધારેનો ખર્ચ કરવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળે છે.

રાજ્ય શિક્ષણ વિભાગની શાળામાં નોટબુક, યુનિફોર્મ, સ્કૂલ બુટ જેવી સામગ્રીના વેપાર પર પ્રતિબંધ જાહેર કરવા છતાં થોડા સમય અગાઉ જ વસિસ્ટ જેનેસિસ સ્કૂલમાં સ્કૂટ બુટ વિતરણ સમયે વાલીઓએ અગવળતા થતાં વિવાદ સર્જાયો હતો છતાં શાળા સંચાલકોએ મનમાની ચલાવી ફરી એક વાર વાલીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરી ચોમાસાના વરસાદની સિઝનમાં છત્રી લાવવા પર પ્રતિબંધ જાહેર કરી વિવાદ કર્યો છે.જોકે રાજ્ય શિક્ષણ વિભાગ કે જિલ્લા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને શાળામાં છત્રી લઈ જવા માટે કોઈ પરિપત્ર કે મનાઈ હુકમ જાહેર કર્યો નથી છતાં વશિષ્ટ જેનેસિસ શાળા દ્વારા વિદ્યાર્થીઓને છત્રી લઈ શાળામાં નહી આવવાનું ફરમાન કરાયું છે. ત્યારે શિક્ષણ વિભાગ શાળાની મનમાની સામે શું કાર્યવાહી કરે એ જોવું રહ્યું.આ અંગે શાળા સંચાલક રવિ દાવરીયાએ જણાવ્યું હતું કે, શાળામાં છત્રી લઇને વિદ્યાર્થીઓ આવે ત્યારે છત્રી મૂકવામાં અગવડતા થતી હોય છે, જેથી આવું સૂચન કરવામાં આવ્યું છે પરંતુ ફરજિયાત છત્રી નહી જ લાવવી એવું કોઈ સૂચન કરવામાં આવ્યું નથી અને રેઇનકોટ પહેરીને વિદ્યાર્થીઓ શાળાએ આવે તો વ્યવસ્થા જળવાઈ રહે એમ હોવાથી આવી સૂચના કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here