રાજકોટ, : કચ્છમાં ચાર માસમાં સરેરાશ 18 ઈંચ સામે આ વર્ષે એક માસમાં  જ 19 ઈંચ ધોધમાર વરસાદ વરસી ગયો છે ત્યારે ભારે વરસાદની સાથે કચ્છમાં ભૂકંપનો સિલસિલો શરૂ થયો છે. આજે સવારે 11.25 વાગ્યે દૂધઈથી 18 કિલોમીટર ઉતરે 3.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આઈ.એસ.આર.માં નોંધાયો છે.

 

તા. 9થી આજ તા. 21 સુધીના બે સપ્તાહથી ઓછા સમયમાં નોંધપાત્ર તીવ્રતાના 7 ભૂકંપ ગુજરાતમાં નોંધાયા છે તેમાં ૬ માત્ર કચ્છમાં છે. જેમાં (1) તા. 9 જૂલાઈએ ભચાઉથી 16 કિમી ઉત્તરે 3.2 (૨) તા. 11ના રાપરથી 25 કિ.મી.પશ્ચિમે  3.2નો (3) તા. 13ના લખપતથી 63 કિ.મી. પશ્ચિમે 3.3ની તીવ્રતાનો  (4) તા. 14ના ભચાઉથી  22 કિ.મી. ઉત્તરે 2.8ની તીવ્રતા અને આ જ દિવસે (5) ભચાઉથી 9 કિ.મી.ઉત્તરે 3.0નો (6) તા. 16ના દક્ષિણ ગુજરાતના ડેડીયાપાડાથી 9 કિ.મી. પશ્ચિમે 3.0 અને (7) આજે દૂધઈ પાસે 3.5 નો ધરતીકંપ નોંધાયેલ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here