ઘરેલું ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાના  ઓચિંતા અને વધુ પડતા ભાવ વધારા સામે ગુરૂવારે પૂર્વ અમદાવાદમાં અમરાઇવાડી પોસ્ટ ઓફિસ વિસ્તારમાં વાલભાનગર, પ્રેમનગરના શ્રમજીવી પરિવારોએ વિરોધ પ્રદર્શન યોજીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાગળ, પ્લાસ્ટિક વીણનારા, ખાડા ખોદનાર, કડિયાકામ કરનાર, લારી ચલાવનાર, ફેક્ટરીમાં કામ કરનારા હજારો પરિવાર માટે સિલિન્ડરના 1,060 રૂપિયા કાઢવા મોટા આર્થિક બોજા સમાન છે. આવા પરિવારો દયનિય સ્થિતિમાં મુકાઇ ગયા છે. ભાવ વધારો અસહનિય લાગતા આ પરિવારો રોડ પર ઉતરીને વિરોધમાં જોડાયા હતા. 

 

જામનગરમાં પણ ગેસના બાટલામાં વધુ એકવાર ભાવ વધારો, કૉંગ્રેસે LPG સિલિન્ડર સાથે રાખી ધરણા યોજ્યા

રાંધણગેસના ભાવમાં વધુ એકવાર ભાવ વધારો થતા જામનગર કૉંગ્રેસ દ્વારા ગેસ સિલિન્ડર સાથે્ ધરણા યોજી નવતર રીતે વિરોધ કર્યો હતો.

 

રાંધણગેસના બાટલામાં 50 રૂપિયાનો વધારો થતા જામનગર શહેર કૉંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. શહેરના ખંભાળિયા ગેટ સર્કલ પાસે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ એલપીજી સિલિન્ડર સાથે ધરણા યોજી થયેલા ભાવ વધારાનો નવતર રીતે વિરોધ કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here