અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં રોડ પર અચાનક વિશાળ ભૂવો પડતાં એક્ટિવા સાથે આતિફખાન પઠાણ નામનો એક યુવક અંદર પડ્યો હતો. યુવક અચાનક ભૂવામાં પડતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં સ્થાનિકોએ દોરડાની મદદથી યુવકને બહાર કાઢ્યો હતો. સદનસીબે યુવકને કોઈ ઇજા થઈ ન હતી. એક્ટિવા લઈને ભૂવામાં પડતા યુવકના CCTV પણ સામે આવ્યા છે

 

સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બે પાર્ક નજીકના વિસ્તારમાં રૉડ પરના ભૂવામાં એક્ટિવા લઇને ઘૂસી જનારા યુવકનુ નામ આતિફખાન પઠાણ છે. આ યુવક અચાનક ભૂવામાં પડતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં સ્થાનિકોએ દોરડાની મદદથી યુવકને બહાર કાઢ્યો હતો. સદનસીબે યુવકને કોઈ ઇજા થઈ ન હતી. પરંતુ આ ઘટનાનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. 

 

 

ભૂવામાં પડનારા પીડિત યુવક આતિફખાન પઠાણે જણાવ્યું હતું કે બુધવારે બપોરે 1 વાગ્યાના અરસામાં હું ફતેહવાડીમાં આવેલા લમ્બેપાર્ક નજીક કરિયાણું લેવા ગયો હતો. દુકાનથી થોડે દૂર રોડ પર મારા એક્ટિવાનું પાછળનું વ્હીલ ખાડામાં ફસાઇ ગયુ હતુ, તેને બહાર કાઢવા જતા તે એક્ટિવા સાથે ભૂવામાં પડી ગયો હતો. બાદમાં આજુબાજુના લોકોએ દોરડુ અને પાઇપ નાંખીને યુવકને ભૂવામાંથી બહાર કાઢ્યો હતો. યુવકને સામાન્ય ઇજાઓ પણ થઇ હતી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here