અમદાવાદમાં જગદીશ મંદિર ખાતેથી નિકળનારી 145 મી રથયાત્રાને ધ્યાનમાં લઈ એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.ની ૨૫૦થી વધુ બસ આજે બંધ રાખવામાં આવશે.એ.એમ.ટી.એસ.ના ૭૫ તેમજ બી.આર.ટી.એસ.ના છ રુટમાં ડાયવર્ઝન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફથી 75 રુટ ઉપર દોડાવાતી 297 બસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 11 રુટ ઉપર દોડાવાતી ૩૪ બસના રુટ ટૂંકાવવામાં આવ્યા છે.ડાયવર્ઝનને લઈ બાર રુટની બાર બસ બંધ રાખવામાં આવશે.રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખી 12 રુટની કુલ 139 બસ બંધ રાખવામાં આવશે.

 

બી.આર.ટી.એસ.ના ચાર રુટની 70 બસના રુટ ટૂંકાવવામાં આવ્યા છે.ડાયવર્ઝનને લઈ છ રુટ ઉપર દોડાવવામાં આવતી 116 બસ બંધ રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here