અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદની શરૂઆત સાથે જ લોકોના મનમાં રવિવારની યાદ તાજી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારો બેઝમેન્ટ વગેરેમાં આવેલી દુકાનો, પાર્કિંગ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 

 

આજે સવારથી વરસી રહેલા વરસાદના કારણે પૂર્વ રિવરફ્રન્ટ પર પાણી ભરાઈ ગયા છે. શહેરના વેજલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉસ્માનપુરા વિસ્તારમાં પણ એક ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. 

 

અમદાવાદમાં સવારના 10:00 વાગ્યા સુધીમાં જ અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ શરૂ થયાના થોડાંક જ સમયમાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં સૌથી વધુ 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here