ધરતી પણ જન્મેલા તમામ જીવનું મૃત્યુ નિશ્ચિત છે, તે એક સનાતન સત્ય છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ દાહ સંસ્કાર પહેલા મૃતદેહને એકલો કેમ નથી મુકવામાં આવતો?

જીવન અને મરણ આ સૃષ્ટિનો શાશ્વત નિયમ છે. ધરતી પર જન્મ લેતા તમામ જીવનું મૃત્યુ નિશ્ચત છે. શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યુ છે કે આત્મા અજર-અમર હોય છે, પરંતુ આત્માને ધારણ કરનારુ શરીર નશ્વર હોય છે. મૃત્યુ બાદ હિન્દુ ધર્મનો 16મો સંસ્કાર દાહ સંસ્કારની પણ વિધી કરવામાં આવે છે. સગા-સંબંધીઓ મૃત્યુ બાદ નશ્વર શરીર માટે વિલાપ કરે છે અને તે નશ્વર શરીરને પંચતત્વોમાં વિલીન કરે છે. મૃત્યુ બાદ ના તો શરીરનો તરત અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને ના તે દેહને અગ્નિદાહ સુધી એકલું મુકવામાં આવે છે. ચાલો જાણીએ અંતીમ સંસ્કારની વિધી સાથે જોડાયેલી અમુક મહત્વની વાતો વિશે.

તરત દાહ સંસ્કારની મનાઈ

પંડિત ઈન્દ્રમણિ ધનસ્યાલ જણાવે છે કે કોઈપણ વ્યક્તિની મૃત્યુની તરત પછી દાહ સંસ્કાર કરવામાં નથી આવતો. તેની પાછળ ઘણા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. ગરુડ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યુ છે કે દાહ સંસ્કાર પહેલા મૃતકના સગા-સંબંધીઓની રાહ જોવામાં આવે છે. સૂર્યાસ્ત પછી દાહ સંસ્કારક કરવાથી મૃતક આવતા જન્મે અસુર બને છે. વ્યક્તિની મૃત્યુ બાદ શરીરમાંથી સંપૂર્ણ રીતે પ્રાણ નીકળવામાં સમય લાગે છે, તેથી મૃતકનું તરત અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતું.

આ કારણે દેહને એકલો નથી મુકતા

ગરુડ પુરાણ અનુસાર, મૃતકના અંતિમ સંસ્કાર પહેલા તેના દેહને એકલો ના છોડવો જોઈએ. માનવામાં આવે છે કે દેહને એકલુ રાખવાથી તેમાં ખરાબ આત્મા પ્રવેશ કરે છે અને મૃત શરીર પર પોતાનો અધિકાર કરી શકે છે. દેહને એકલું છોડવાથી કોઈ હિંસક પશુ-કીડી અથવા અન્ય કોઈ નરભક્ષી જાનવર તેને કોતરી ખાય શકે છે. દેહને એકલો રાખવા પર તેના પર કીડા અથવા નાના જીવડાં પણ આવી શકે છે, તેથી મૃત દેહની પાસે કોઈનું હોવું આવશ્યક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here