3 રાશિઓ પર ત્રિગ્રહી યોગની સારી અસર
ગુજરાતી પંચાંગ અનુસાર 11 નવેમ્બરના રોજ શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યો છે. જે બાદ 13 નવેમ્બરના રોજ બુદ્ધિ અને વ્યાપારનાકારક ગ્રહ બુદ્ધના કિલ્લામાં પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો છે.
હવે આગામી 16 નવેમ્બરના રોજ ગ્રહોનો અધિપતિ સૂર્ય પણ વૃશ્ચિક રાશિમાંપ્રવેશ કરશે, જે કારણે ત્રિગ્રહી યોગ બનશે. જોકે, વૃશ્ચિક રાશિમાં આ ત્રિગ્રહી યોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. જોકે અમે જે 3રાશિઓ પર તેની સારી અસર થઇ રહી છે, તેના વિશે વાત કરીશું.

મકર રાશિ :
મકર રાશિના લોકો માટે વૃશ્ચિક રાશિમાં બનેલો શુક્ર, બુધ અને સૂર્યનો ત્રિગ્રહી યોગ લાભદાયી બની શકે છે. મકર રાશિના જાતકોની કુંડળીનાઅગિયારમા ભાવમાં આ યોગ બનવા જઈ રહ્યો છે.
અગિયારમું ઘર આવકનું સ્થાન માનવામાં આવે છે. તમને આવકની નવી તકો મળવાનીસંભાવના છે. આ ત્રિગ્રહી યોગના પ્રભાવથી તમને સમાજમાં માન-સન્માન મળી શકે છે. આ સમય દરમિયાન તમે નવો બિઝનેસ શરૂ કરીશકો છો.

કુંભ રાશિ :
કુંભ રાશિની ગોચર કુંડળીના દસમા ભાવમાં ત્રિગ્રહી યોગ બનશે. કુંડળીનું દસમું ઘર નોકરી અને વ્યવસાયનું સ્થાન માનવામાં આવે છે.
જોતમે નોકરીમાં છો, તો તમને કાર્યક્ષેત્રમાં પ્રમોશનની સાથે નવી જવાબદારી પણ મળી શકે છે. આ સિવાય તમારી આર્થિક બાજુ પણ આસમયગાળા દરમિયાન મજબૂત રહેવાની શક્યતા છે.

મીન રાશિ :
મીન રાશિના જાતકોની ગોચર કુંડળીના નવમા ભાવમાં ત્રિગ્રહી યોગ બનશે. નવમું ઘર ભાગ્યનું સ્થાન માનવામાં આવે છે. આ યોગ મીનરાશિના લોકોના કરિયરને નવી ઊંચાઈ આપશે.
આ યોગ દરમિયાન ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. જો તમારું કોઈ કામ અટકેલું છે, તો તેપણ પૂરું થશે. શુક્રની શુભ અસરથી તમે વાહન કે મિલકત ખરીદી શકો છો. આ સાથે પારિવારિક જીવનમાં પણ શુક્ર, બુધ અને સૂર્યનો સંયોગસુખ-સમૃદ્ધિ વધે તેવી શક્યતા છે.