Astrology

oi-Manisha Zinzuwadia

|

Venus Transit Scorpio: પ્રેમ, વૈવાહિક સુખ, ભૌતિક સુખ-સુવિધાઓ, ગ્લેમર અને સંપત્તિ વગેરેનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર, સંવત 2079 માર્ગશીર્ષ કૃષ્ણ તૃતીયા શુક્રવાર, 11 નવેમ્બર 2022ના રોજ રાતે 8:10 કલાકે તુલા રાશિ છોડીને મંગળ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 5મી ડિસેમ્બર 2022 સુધી આ રાશિમાં ગોચર કરશે. આમ શુક્ર 25 દિવસ સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે.

વૃશ્ચિક રાશિમાં ગોચરનો પ્રભાવ

વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે જે શુક્ર સાથે સમ સંબંધ ધરાવે છે. એટલે કે મંગળ અને શુક્ર ન તો શત્રુ છે કે ન તો મિત્ર. પરંતુ જ્યારે પણ કુંડળીમાં કોઈ પણ ઘરમાં શુક્ર અને મંગળ એકસાથે બેસે છે ત્યારે પ્રેમ અને જાતીય સંબંધો પર તેની જબરદસ્ત અસર પડે છે. અત્યારે શુક્ર અને મંગળ એકસાથે બેસશે નહિ પરંતુ મંગળની રાશિ વૃશ્ચિકમાં શુક્રનુ ગોચર પ્રેમ સંબંધોને ગાઢ બનાવશે. જેની સેક્સ લાઈફ ખરાબ છે તેમને તેનો ફાયદો મળી શકે છે. આ સાથે નવા પ્રેમ સંબંધો, લગ્નેતર સંબંધો પણ બની શકે છે.

શુક્ર-મંગળનો સમ-સપ્તક યોગ

વૃશ્ચિક રાશિમાં શુક્રના ગોચરને કારણે શુક્ર અને મંગળનો સમ-સપ્તક યોગ બનશે. એટલે કે બંને ગ્રહો એકબીજાથી સાતમા સ્થાને હશે. શુક્ર વૃશ્ચિક રાશિમાં અને મંગળ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ સાથે બંને ગ્રહો એકબીજાની રાશિની બરાબર સામ-સામે સ્થિત થશે. આ સ્થિતિ ભૌતિક સુખ-સુવિધાઓ, જમીન, મકાનની પ્રાપ્તિ કરાવશે. આ સમયગાળા દરમિયાન ઋણમુક્તિની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જો કે, શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ્યાના બે દિવસ પછી 13 નવેમ્બરે મંગળ વક્રી થઈ જશે. જેના કારણે ફળોમાં થોડી ઉણપ રહી શકે છે પરંતુ તેમ છતાં લાભ જળવાઈ રહેશે.

રાશિઓ પર પ્રભાવ

  • મેષ: મેષ રાશિ માટે શુક્ર આઠમા ભાવમાં ગોચર કરશે. શારીરિક પીડામાં ઘટાડો થશે, સંપત્તિ પ્રાપ્ત થશે. ગૂઢ વિજ્ઞાન તરફ ઝોક વધશે. આર્થિક સ્થિતિમાં લાભ થશે પરંતુ કોઈ જાતીય રોગ આવી શકે છે.
  • વૃષભ: શુક્રનુ ગોચર વૃષભ માટે સાતમા ભાવમાં રહેશે. પ્રેમ સંબંધો અને વિવાહિત જીવન માટે સારુ. પરસ્પર તાલમેલ રહેશે. ભાગીદારીના કાર્યોમાં લાભ થશે. નવુ કામ શરૂ કરી શકો છો. અવિવાહિત લગ્નની વાત થશે.
  • મિથુન: શુક્ર તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. રોગો અને શત્રુઓ શાંત રહેશે પરંતુ તમારે સફેદ અને ઠંડી વસ્તુઓ ખાવાનુ ટાળવુ પડશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કોર્ટના મામલામાં તમને વિજય મળશે. ખર્ચ વધુ રહેશે.
  • કર્કઃ શુક્ર તમારી રાશિથી પાંચમા ભાવમાં ગોચર કરશે. શિક્ષણ અને સંતાન માટે સમય યોગ્ય છે. જે દંપતિઓને અત્યાર સુધી સંતાનનુ સુખ નથી મળ્યુ તેમને મળવાની સંભાવના છે. અગિયારમે શુક્રની દ્રષ્ટિથી આવકના સાધનો પણ ઉપલબ્ધ થશે. સુખ મળશે.
  • સિંહ: શુક્ર ચોથા ભાવમાં ગોચર કરશે અને તેની દ્રષ્ટિ દસમ ભાવ પર રહેશે. સમય બહુ શ્રેષ્ઠ છે. ભૌતિક સુખોમાં વધારો થશે. નવી આવક પ્રાપ્ત થશે. કામકાજમાં પરિવર્તનનો પણ સમય છે. માતૃ પક્ષ તરફથી નાણાકીય લાભની શક્યતા. દેવામુક્તિ થશે.
  • કન્યાઃ તૃતીય ભાવમાં શુક્રનુ ગોચર અને ભાગ્યના ઘર પર દ્રષ્ટિ સુખ આપશે. ધન લાભ થશે. રોકાણથી નફો. ભાઈ-બહેનો તરફથી ખુશી મળશે. પૈતૃક સંપત્તિ મળવાની પણ શક્યતાઓ છે. ભાગ્યના બળથી કાર્ય પૂર્ણ થશે.
  • તુલાઃ બીજા ધન ભાવમાં શુક્રનુ આગમન લાભદાયક છે. ઘણા માધ્યમોથી ધન પ્રાપ્ત થશે. વાણીની અસર જોવા મળશે અને તમારા આકર્ષણની અસર વધશે. શુક્ર પણ આ રાશિનો સ્વામી છે. તેથી જાતીય અને પ્રેમ સંબંધો ખાસ કરીને મજબૂત રહેશે.
  • વૃશ્ચિક: શુક્ર લગ્ન ભાવમાં બેસીને સીધો સપ્તમ ભાવમાં જોઈ રહ્યો છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવવાની છે. મંગળ પર સીધી દૃષ્ટિ હોવાથી પ્રેમ સંબંધો બનશે. લગ્નેતર સંબંધો પણ બની શકે છે. અવિવાહિતોના લગ્નની વાત બની જશે. વેપારમાં લાભ થશે.
  • ધન: દ્વાદશ ભાવમાં શુક્રનુ ગોચર અને તેની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર થવી શુભ નથી. રોગો અને દુશ્મનો તમને પરેશાન કરશે. દેવુ લેવાની જરુર પડશે. લોહી સંબંધિત રોગો તમને પરેશાન કરશે. નાણાકીય સ્થિતિ બગડી શકે છે. મિલકતનો વિવાદ થશે.
  • મકર: અગિયારમા ભાવમાં શુક્રનુ ગોચર નોકરી-ધંધામાં લાભ આપશે પરંતુ શિક્ષણ ક્ષેત્રે વધુ સિદ્ધિ મેળવી શકાશે નહિ. સંતાનને કષ્ટ થઈ શકે છે. હા, પ્રેમ સંબંધોમાં ચોક્કસપણે ગરમી આવી શકે છે. જૂનો પ્રેમ પાછો આવી શકે છે.
  • કુંભ: દસમ ભાવમાં બેઠેલો શુક્ર ચોથા ભાવે જોઈ રહ્યો છે. અહીં બંને તરફથી લાભ થતો જણાય છે. તમને માત્ર સંપત્તિ સુખ જ નહિ આજીવિકાના સાધનોમાં પણ વિશેષ લાભ મળશે. શારીરિક અને માનસિક તકલીફો ઓછી થશે. દાંપત્યજીવન ખુશ રહેશે.
  • મીન: ભાગ્યના ઘરમાં શુક્રનુ આગમન ખૂબ જ લાભદાયક છે. ભાગ્ય પ્રબળ થશે. અટકેલા કામ પૂરા થશે. તમને આર્થિક બળ મળશે. નવી નોકરીઓ પ્રાપ્ત થશે. ભાઈ-બહેન સાથેના સંબંધો સુધરશે. વૈવાહિક અને જાતીય જીવન સુખદ રહેશે. નવા પ્રેમ સંબંધો બનશે.

English summary

Venus Transit Scorpio on 11th November, 2022. know the effects on your zodiac signs.

Story first published: Thursday, November 3, 2022, 15:11 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here