Astrology
oi-Hardev Rathod
Vat Savitri Vrat 2023 : સનાતન ધર્મમાં વટ સાવિત્રીના વ્રતનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે પતિની લાંબી ઉંમર અને અખંડ સૌભાગ્ય માટે સૌભાગ્યવતિ મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત રાખે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ઉત્તર ભારતમાં 19 મેના રોજ વટ સાવિત્રીનું વ્રત હતું. જ્યારે ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં આ વ્રતની તિથિ અલગ છે. દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ રાખવામાં આવશે.’
Vat Savitri Vrat 2023ની તારીખ – હિન્દુ પંચાંગ અનુસાર, જ્યેષ્ઠ (જેઠ) શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 03 જૂને સવારે 11.16 કલાકે શરૂ થશે અને 04 જૂને સવારે 09.11 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત શનિવાર, 03 જૂન, 2023 ના રોજ રાખવામાં આવશે. આ ઉપવાસ ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોમાં રાખવામાં આવશે.
Vat Savitri Vrat 2023નું મહત્વ – પૂર્ણિમા અને અમાવસ્યા વટ સાવિત્રી વ્રતમાં કોઈ ખાસ તફાવત નથી. આ ખાસ દિવસે, એક શુભ મુહૂર્તમાં, પરિણીત મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્યની કામના માટે વૃક્ષની આસપાસ રક્ષા સૂત્ર બાંધે છે. આ ખાસ દિવસે વટવૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, વટવૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેથી જ વટવૃક્ષની પૂજા કરવાથી સાધકોને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
English summary
Vat Savitri Vrat 2023 : On which date is Vat Savitri Vrat? Know the moment
Story first published: Monday, May 22, 2023, 13:37 [IST]