Astrology
oi-Hardev Rathod
Vat Savitri 2023 : આમ તો પતિની લાંબી ઉંમર અને સુખી વૈવાહિક જીવન માટે હિન્દુ ધર્મમાં ઘણા વ્રતનો ઉલ્લેખ છે. જેમાં વટ સાવિત્રીનું વ્રત થોડું અલગ અને ખાસ છે. આ વ્રતમાં વડની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ પૂજા વડના વૃક્ષની પરિક્રમા કરવા સાથે સમાપ્ત થાય છે.
વટ સાવિત્રીનું વ્રત સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આપણે તેનાથી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવવા જઈ રહ્યા છીએ, જે મહિલાઓ લગ્ન પછી પ્રથમ વખત આ વ્રત રાખવાની છે, જેથી તેઓ આ વ્રતની પૂજામાં કોઈ ભૂલ ન કરે.
વટ સાવિત્રી વ્રતના નિયમો
સૌથી પહેલા આ વ્રતની પૂજા સામગ્રી વિશે જણી લેવું જોઇએ. વટ સાવિત્રીની પૂજા માટે તમારે કાચો કપાસ, અક્ષત, સિંદૂર, સુહાગની વસ્તુઓ, વાંસનો પંખો, લાલ કલવો(નાડાસળી), ધૂપ, માટીનો દીવો, ઘી, વડના ફળ (ટેટા) મોસમી ફળ, ફૂલો, અત્તર, સોપારી, કંકુ, પતાશા, સવા મીટર કાપડ, નાળિયેર, પાન, દુર્વા ઘાસ અને મીઠાઈઓ જરૂરી છે.
માન્યતા અનુસાર, જે મહિલાઓ પ્રથમ વખત વટ સાવિત્રી વ્રત રાખી રહી છે, તેઓએ ઉપવાસ અને પૂજા દરમિયાન તેમના માતા દ્વારા આપવામાં આવેલી સુહાગ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. એવી માન્યતા છે કે, આ દિવસે માતાના ઘરની સુહાગ સામગ્રીનો પૂજામાં ઉપયોગ કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ દિવસે સવારે સ્નાન કરીને લાલ સાડી પહેરો અને સોળ શણગાર કરો. આ પછી વટવૃક્ષની નીચે સફાઈ કર્યા બાદ ગંગાજળનો છંટકાવ કરો. ઉલ્લેખનીય છે કે, વડના ઝાડની પરિક્રમા કરતી વખતે ઝાડની આસપાસ 7 વાર દોરો વીંટાળવામાં આવે છે.
વટ વ્રતના નિયમ પ્રમાણે મહિલાઓએ આ દિવસે કાળા, સફેદ કે વાદળી વસ્ત્રો ન પહેરવા જોઈએ. આટલું જ નહીં, પરિણીત મહિલાઓએ આ સમય દરમિયાન કાળા, વાદળી અને સફેદ રંગની બંગડીઓ ન પહેરવી જોઈએ, આવું કરવું અશુભ માનવામાં આવે છે.
English summary
Vat Savitri 2023 : Vat Savitri Vrat Rules, Know Rituals
Story first published: Sunday, May 21, 2023, 17:50 [IST]