Astrology
oi-Hardev Rathod
Vastu Tips : હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ જોવા મળે છે. આવામાં બૂટ-ચંપલ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે, જે આપણે માનીએ તો છીએ પણ તેનો મતલબ કે કારણ ખબર હોતી નથી.
આવામાં તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે, ચંપલ ઊંધા મુકવાથી ઘરમાં કંકાસ થાય છે. હવે તમને સવાલ થતો હશે શા માટે બૂટ-ચંપલ ઊંધા ન મુકવા જોઇએ? આ સવાલનો જવાબ વાસ્તુ શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક આપવામાં આવ્યો છે.
ક્રોધિત થઈ શકે છે શનિદેવ – એવી માન્યતા છે કે, શનિદેવને પગનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ ઘરમાં ચંપલ કે બૂટ ઊંધુ રાખવામાં આવે, તો શનિદેવ ક્રોધિત થાય છે, જેના કારણે પરિવાર પર આફતોનો પહાડ તૂટી પડે છે. તેથી તમારા ચંપલને સીધા રાખવા વધુ હિતાવહ રહેશે.
થાય છે પૈસાની ખોટ – જો ઘરમાં બૂટ અને ચંપલ ઊંધા પડેલા હોય, તો દેવી લક્ષ્મીનો અનાદર માનવામાં આવે છે. માતા લક્ષ્મી ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે, જ્યાં વારંવાર આવું થાય તો, તેના કારણે પરિવારને જીવનભર આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
તળિયા પર દેખાય છે ગંદકી – જૂતા અને ચંપલના તળિયામાં ધૂળ-માટી અને ગંદકી ઘણીવાર છુપાયેલી હોય છે. જો ઘરમાં ચંપલ કે પગરખાં ઊંધા પડેલા હોય, તો તે ગંદકી ઉપરથી સ્પષ્ટ દેખાય છે, જેના કારણે મન ઉગ્ર થઈ જાય છે. તેની સાથે ઘરની સુંદરતા પણ બગડે છે. એટલા માટે ચંપલ અને શૂઝ બરાબર રાખવા જોઈએ.
ઘરમાં થવા લાગે છે મતભેદ – એવું કહેવાય છે કે, જે ઘરમાં ચંપલ અને બૂટ ઊંધા રાખવામાં આવે છે, ત્યાં પરિવારના સભ્યો વચ્ચે કોઈ કારણ વગર ઝઘડા થાય છે. જેના કારણે ઘરનું આખું વાતાવરણ દૂષિત થઈ જાય છે, જેનાથી પરિવારની પ્રગતિ પણ પ્રભાવિત થાય છે. તેથી, આમ કરવાથી બચવું જોઈએ.
ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ – વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં ચંપલ અને જૂતા ઉંધા રાખવામાં આવે, તો પરિવારમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આ સાથે જ સકારાત્મક ઉર્જા ઘરમાંથી નીકળી જાય છે. જેના કારણે ઘરમાં સતત તણાવ અને શંકાનું વાતાવરણ રહે છે. આ સુખ-શાંતિમાં બાધક બને છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. વનઇન્ડિયા ગુજરાતી આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.
English summary
Vastu Tips : Why shoes should not be kept upside down? Here is the answer
Story first published: Wednesday, April 19, 2023, 9:17 [IST]