વાસ્તુ મુજબ દિવાલ ઘડિયાળની દિશા

વાસ્તુશાસ્ત્ર કહે છે કે દિવાલ ઘડિયાળો મૂકવા માટે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓ શ્રેષ્ઠ છે. દિવાલ ઘડિયાળ માટે દક્ષિણ દિશા અનુકૂળ નથી. વળી જ્યારે પૂર્વ અને ઉત્તર દિશાઓ યોગ્ય ન હોય ત્યારે જ પશ્ચિમ દિશા પસંદ કરવી જોઈએ.

ઉત્તર અને પૂર્વ દિશા સમૃદ્ધિ વધારે

ઉત્તર અને પૂર્વ દિશા સમૃદ્ધિ વધારે

હિંદુ સંસ્કૃતિ અનુસાર ધનના દેવતા કુબેર ઉત્તર દિશા પર શાસન કરે છે. દેવતાઓના રાજા ઇન્દ્ર પૂર્વમાં શાસન કરે છે. દિવાલ ઘડિયાળ કોઈપણ દિશામાં રાખવાથી સમૃદ્ધિ વધે છે.

પ્રવેશદ્વાર પર વૉલ ક્લૉક ન મૂકવી

પ્રવેશદ્વાર પર વૉલ ક્લૉક ન મૂકવી

ધ્યાનમાં રાખો કે ઘરના કોઈપણ પ્રવેશદ્વારની ઉપર દિવાલ ઘડિયાળો લટકાવવી જોઈએ નહિ. તેમને રૂમમાં કોઈપણ દરવાજાની ફ્રેમની ઉપર ન મૂકવી જોઈએ.

બેડરુમમાં આ દિશામાં મૂકો દિવાલ ઘડિયાળ

બેડરુમમાં આ દિશામાં મૂકો દિવાલ ઘડિયાળ

બેડરૂમમાં દિવાલ ઘડિયાળ માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. આદર્શ વિકલ્પ છે. જો તમે દક્ષિણ દિશામાં માથુ રાખીને સૂતા હોવ તો દિવાલ ઘડિયાળ ઉત્તર દિશામાં હોવી જોઈએ.બીજી મહત્વની બાબત એ છે કે દિવાલ ઘડિયાળ બેડથી દૂર રાખો. પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવો.

વ્યવસ્થિત કામ કરતી હોવી જોઈએ

વ્યવસ્થિત કામ કરતી હોવી જોઈએ

દિવાલ ઘડિયાળ તમારા જીવનનુ પ્રતિનિધિત્વ કરે છે. તેથી ખાતરી કરો કે તમારા ઘરની તમામ દિવાલ ઘડિયાળો સંપૂર્ણ ચાલુ સ્થિતિમાં છે. કાચમાં તિરાડ કે તૂટેલી ન હોવી જોઈએ, બેટરી કામ કરતી હોવી જોઈએ અને ઘડિયાળને નિયમિતપણે સાફ કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here