Astrology

oi-Hardev Rathod

|

Vastu Tips : ઘણા લોકોને રસ્તા પર પૈસા મળે છે. આવામાં તેઓ અસમંજસમાં હોય છે કે, તેઓએ આ પૈસા ઉઠાવવા જોઇએ કે નહીં. ઘણા લોકો આ પૈસા ઉઠાવીને જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દે છે. તો ઘણા લોકો પોતાની પાસે રાખી લે છે. તો ઘણા લોકો આ પૈસા ઉઠાવવા કે નહીં એ વિશે વિચારે છે અને પૈસા ઉઠાવતા નથી.

શું તમે જાણો છો કે, રસ્તા પર પડેલા પૈસાની બેઠક ઘણા સંકેતો આપે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, રસ્તા પર ચાલતી વખતે પડેલા ધન મળવું એ શુભ છે કે અશુભ.

નવી નોકરીની કરી રહ્યો છો શરૂઆત

જો તમને રસ્તામાં પૈસા પડ્યા હોય, તો તે સૂચવે છે કે, તમે ટૂંક સમયમાં નવી નોકરી શરૂ કરી શકો છો. આ કાર્યમાં પ્રગતિની સાથે તમને નાણાકીય લાભ પણ મળશે.

જીવનમાં મળશે પ્રગતિ

જો તમને ક્યારેય રસ્તામાં પડેલો સિક્કો મળે, તો તે તમને જીવનમાં પ્રગતિ કરાવશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસ્તામાં પડેલો સિક્કો તમારા સુધી પહોંચતા પહેલા ઘણા હાથમાંથી પસાર થઈ ગયો છે, આવી સ્થિતિમાં તે સિક્કામાં અજાણ્યા લોકોની સકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ છે, જેના કારણે તે તમારા જીવનમાં માત્ર ખુશીઓ લાવે છે.

પૈતૃક સંપત્તિ મળવાના સંકેત

જો તમને રસ્તા પર ચાલતી વખતે ક્યારેય પૈસાથી ભરેલું પર્સ મળે, તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે વાસ્તુશાસ્ત્રમાં માનતા હોવ, તો પૈસાથી ભરેલું પર્સ મળવું એ સૂચવે છે કે, તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે. આ સાથે જ તમને પૈસા પણ મળી શકે છે.

દેવ આશિર્વાદ

જો તમને રસ્તા પર ચાલતી વખતે સિક્કા મળે, તો તેનો અર્થ એ છે કે, ભગવાન તમારી સાથે છે. વાસ્તવમાં સિક્કા ધાતુના બનેલા હોય છે, તેથી એવું માનવામાં આવે છે કે, જેને પડેલો સિક્કો મળે છે, તેને દૈવી આશીર્વાદ મળે છે. જો તમે તે સમયે કોઈપણ મિલકતમાં રોકાણ કરો છો, તો તમને નફો થવાની પુરેપુરી શક્યતા છે.

English summary

Vastu Tips : Is money found on the road auspicious or inauspicious? Know this sign before Taking

Story first published: Wednesday, April 5, 2023, 14:54 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here