Astrology

oi-Hardev Rathod

|

Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર પાંચ તત્વોનું બનેલું છે, જેમાં જળ, અગ્નિ, અંતરિક્ષ, વાયુ અને પૃથ્વીની સાથે બંધ બેસાડીને રાખવા બાબતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તત્વ બ્રહ્માંડની તમામ ઉર્જાઓનું પ્રતિનિધિત્વ કરે છે. પૈસા આપણા જીવનમાં એક અભિન્ન ભૂમિકા નિભાવે છે. જેને પ્રાપ્ત કરવા માટે આ તમામ તત્વોનો તાલમેલ રાખવો પડે છે.

તમારા ઘરમાં પૈસા આકર્ષવા માટે તમે પૈસા નસીબ માટે કેટલીક વાસ્તુ ટિપ્સ પણ અનુસરી શકો છો. જોકે, કેટલીકવાર આપણે જાણી-અજાણે એવી ભૂલો કરી બેસીએ છીએ, જે આપણા દુર્ભાગ્યનું કારણ બની જાય છે.

વાસ્તુના વિશેષ ઉપાયો

સાવરણી ક્યારેય તિજોરીની પાછળ કે નજીક ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, તમે જે તિજોરીમાં પૈસા રાખો છો, તેની પાછળ સાવરણી રાખવાથી ધનનું નુકસાન થઈ શકે છે.

રસોડામાં ક્યારેય દવાની પેટી ન રાખવી જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને અસર કરે છે.

ઘરના બાથરૂમ અને શૌચાલયના દરવાજા જરૂર ન હોય, ત્યારે ખુલ્લા ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર અને બિઝનેસમાં સતત ધનની હાનિ થતી રહે છે.

તિજોરી પાસે એઠા વાસણો ન રાખવા જોઇએ. તિજોરીની પાસે રાખેલા એઠા વાસણો તમને ગરીબ બનાવી શકે છે. એ પણ ધ્યાનમાં રાખો કે, ભૂલથી પણ તિજોરીને એઠા હાથોથી સ્પર્શશો નહીં.

તિજોરીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તિજોરીની અંદર હંમેશા લાલ રંગના કપડાનો ઉપયોગ કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, તિજોરીની અંદર કે, બહાર કાળા કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી મા લક્ષ્મી નારાજ થાય છે અને તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમારા ઘરમાં પૈસા આકર્ષવા માટે તમે પૈસા નસીબ માટે કેટલીક વાસ્તુ ટિપ્સ પણ અનુસરી શકો છો. જોકે, કેટલીકવાર આપણે જાણે-અજાણે એવી ભૂલો કરી બેસીએ છીએ, જે આપણા દુર્ભાગ્યનું કારણ બની જાય છે.

English summary

Vastu Tips : Don’t keep this thing even by mistake besides the vault, there will be financial crisis

Story first published: Sunday, April 30, 2023, 15:05 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here