આ દિવસે અગરબત્તી ન કરવી
વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવાર અને રવિવારની પૂજા દરમિયાન અગરબત્તી ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ દિવસેઅગરબત્તી સળગાવવાથી સુખ-સમૃદ્ધિ પર ખરાબ અસર પડે છે. આ સાથે તમારે નાણાકીય તંગીનો સામનો કરવો પડી શકે છે.
અગરબત્તી વાંસની બનેલી હોય છે. એટલા માટે રવિવાર અને મંગળવારના રોજ વાંસ ન બાળવો જોઈએ. આવું કરવાથી બાળક પર પણખરાબ અસર પડે છે. આ સાથે જ પરિવારમાં ઝઘડા અને ક્લેશ પણ થાય છે.

અગરબત્તી ન કરવી હિતાવહ
વાસ્તુશાસ્ત્ર ધાર્મિક માન્યતાઓ અનુસાર, વાંસને વંશનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ કહેવાય છે કે, વાંસને ક્યારેય બાળવો જોઈએનહીં. તેનાથી સંતાનના વિકાસને નુકસાન થાય છે. તેની સાથે પિતૃદોષનો અનુભવ થાય છે. તેથી વાંસમાંથી બનેલી અગરબત્તીઓ નબાળવાનો પ્રયાસ કરો, તે વધુ સારું છે.

નસીબ પર અસર પડે છે ખરાબ
ફેંગશુઈ અનુસાર, વાંસ સળગાવવાથી ખરાબ નસીબ આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા વધવાથી દરેક વ્યક્તિની પ્રગતિ પર ખરાબ અસરપડે છે.

અગરબત્તીઓની જગ્યાએ ધુપનો ઉપયોગ કરો
શાસ્ત્રો અનુસાર, જો તમે ઇચ્છો તો અગરબત્તીની જગ્યાએ ધુપ સળગાવી શકો છો. કારણ કે, તેમાં વાંસનો ઉપયોગ થતો નથી.