ઘરની અંદર જગ્યા કેમ નથી મળતી?
જે છોડ આટલો પવિત્ર છે તેને ઘરની અંદર જગ્યા કેમ નથી મળતી? વાસ્તવમાં, માન્યતા મુજબ તુલસીના કારણે શૈતાની શક્તિ અને નકારાત્મક વસ્તુઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. તેથી જ તુલસીને પ્રવેશદ્વાર કે આંગણા કે બહાર રાખવામાં આવે છે. જેથી ઘરમાં આવતી કોઈ પણ બલાઓ કોઈપણ દિશામાંથી પ્રવેશ ન કરી શકે.

ઘરનુ વાતાવરણ શુદ્ધ રહે
એટલુ જ નહિ તુલસીના પાનમાંથી ખૂબ જ સુંદર સુગંધ આવે છે, જેના કારણે ઘરનુ વાતાવરણ શુદ્ધ રહે છે, જો આ છોડને ઘરના કોઈપણ ખૂણામાં રાખવામાં આવે તો તેની સુગંધ આખા ઘરમાં પહોંચી શકતી નથી. ઘરની બહાર તુલસીનો છોડ લગાવવાનુ આ પણ એક મોટુ કારણ છે. તુલસી માતા ભગવાન વિષ્ણુના અવતાર શાલિગ્રામની પત્ની છે. એટલા માટે જે ઘરમાં માતા તુલસીનો વાસ હોય છે ત્યાં પતિ-પત્ની ખૂબ જ ખુશ રહે છે. જો તેમની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો ઘરમાંથી લક્ષ્મીજીની કૃપા ક્યારેય ઓછી થતી નથી કારણ કે મા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે.

આ દિશામાં લગાવો તુલસીનો છોડ
તુલસીનો છોડ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ પરંતુ જો તમે તેને ત્યાં લગાવી ના શકતા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં પણ રાખી શકો છો. છોડને જ્યાં સીધો સૂર્યપ્રકાશ મળે ત્યાં લગાવો, છોડની આસપાસનો વિસ્તાર સ્વચ્છ હોવો જોઈએ. તુલસીના છોડને જળ ચઢાવવુ ખૂબ જ જરૂરી છે અને સવાર-સાંજ તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય ખરાબ પડછાયો આવતો નથી. ઘરમાં સમૃદ્ધિ બની રહે છે અને લોકોનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
આ મંત્રોથી કરો પૂજા
ॐ सुभद्राय नमः
ॐ सुप्रभाय नमः
मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी
नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते ।।