Surya Guru Yuti 2023 : એપ્રિલ મહિનામાં ઘણા ગ્રહ ગોચર કરવા જઇ રહ્યા છે. 14 એપ્રિલના રોજ સૂર્યદેવ મીન રાશિમાંથી નીકળીને મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. આ સાથે 22 એપ્રિલના રોજ ગુરુ ગ્રહ પણ પોતાની રાશિ મીનમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે.
મેષ રાશિમાં સૂર્ય અને ગુરુના સંયોગના કારણે યુતિ થવાની છે. ઉલ્લેખનીય છે કે, આ સંયોગ 12 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. આ યુતિની અસર તમામ રાશિના લોકોના જીવનમાં જોવા મળશે, પરંતુ તેની સીધી અસર આ છ રાશિઓ પર જોવા મળશે.
મેષ રાશિ પર સૂર્ય ગુરુની યુતિની અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને ગુરુનો સંયોગ પહેલા ઘરમાં થવાનો છે. આ દુર્લભ સંયોગને કારણે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ સાથે ઉર્જા વધશે.
આ સમયગાળા દરમિયાન તેમના માન-સન્માનમાં પણ વધારો થશે. એટલું જ નહીં, પગાર વધારાની સાથે પ્રમોશનની પણ શક્યતા છે. વેપારમાં તમને ઈચ્છિત નફો મળશે.
મિથુન રાશિ પર સૂર્ય ગુરુની યુતિની અસર
મિથુન રાશિના 11મા ઘરમાં સૂર્ય અને ગુરુનો સંયોગ થવાનો છે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને વ્યક્તિને નોકરીમાં સકારાત્મક પરિણામ જોવા મળશે.
આ સમય દરમિયાન વેપારમાં પ્રગતિનો માર્ગ ખુલશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન પ્રવાસની શક્યતાઓ બની રહી છે. તમારી ઈચ્છા જલ્દી પૂરી થશે.
કર્ક રાશિ પર સૂર્ય ગુરુની યુતિની અસર
કર્ક રાશિના દસમા ઘરમાં યુતિ બનવા જઈ રહી છે, જે કાર્યક્ષેત્રમાં પ્રગતિ આપશે. આ સમયગાળા દરમિયાન, તમને નોકરીના ક્ષેત્રમાં વધુ સારા પરિણામો મળશે. એટલું જ નહીં, તમે બિઝનેસમાં સારો નફો પણ મેળવી શકશો. આ સાથે તમને પારિવારિક સુખ મળશે.
સિંહ રાશિ પર સૂર્ય ગુરુની યુતિની અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના નવમા ઘરમાં આ યુતિ બનવા જઈ રહી છે, જે ભાગ્યને તેજ કરવામાં મદદ કરશે. આ સમયગાળામાં આ રાશિના લોકોને દરેક કામમાં પ્રગતિ મળશે.
આ સમયગાળા દરમિયાન નોકરીમાં પ્રગતિ થશે. જો તમે વેપારી છો, તો આર્થિક સ્થિતિ વધુ મજબુત રહેશે. લાંબી મુસાફરીની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. પિતા સાથેના સંબંધોમાં મજબૂતી આવશે.
મીન રાશિ પર સૂર્ય ગુરુની યુતિની અસર
મીન રાશિના બીજા ઘરમાં સૂર્ય અને ગુરુનો સંયોગ તમને શુભ ફળ આપશે. આ સમય દરમિયાન તમારી વાણી અને સંબંધોમાં સુધારો થશે. આ સમયગાળા દરમિયાન આ લોકોને આર્થિક લાભ થશે.
બચતમાં વધારો થવાની સંભાવના છે. કરિયરમાં સફળતા મળશે. નોકરીમાં પ્રગતિ થશે અને વેપારમાં લાભ થશે. આ દરમિયાન તમામ અટકેલા કાર્યો પૂર્ણ થશે.
Surya Guru Yuti 2023 will happen After 12 years, 6 Zodiac will get benefits
Story first published: Friday, April 7, 2023, 0:30 [IST]