Astrology

oi-Manisha Zinzuwadia

|

Solar eclipse 2023: વૈશાખ અમાસનો દિવસ ખાસ હોય છે. આ દિવસે જીવનની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. અમાસના દિવસે પિતૃ દોષ, નાગ દોષ, કાલસર્પ દોષ, ગ્રહણ દોષ વગેરેના નિવારણ માટે દાન, પૂજા વગેરે કરવામાં આવે છે.

આ વખતે વિષ્કુંભ યોગ અને નાગ કરણ 20 એપ્રિલ 2023ના રોજ વૈશાખ અમાસના દિવસે આવી રહ્યા છે. આ યોગોના કારણે અમાસનુ મહત્વ વધુ વધી ગયું છે.

વૈશાખ અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદથી કૌટુંબિક અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

Surya Grahan 2023: 20 એપ્રિલ વૈશાખ અમાસે લાગશે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર અસરSurya Grahan 2023: 20 એપ્રિલ વૈશાખ અમાસે લાગશે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર અસર

સમસ્યાઓના ઉકેલ માટે કરે આ ઉપાય

કુંડળીમાં પિતૃ દોષના કારણે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. તેનુ કોઈ કામ બરાબર થતુ નથી. કામોમાં વિલંબ થાય છે અને ઘણી મુશ્કેલી પડે છે. કૌટુંબિક-વૈવાહિક જીવનમાં મુશ્કેલી, આર્થિક સંકટ, આજીવિકાનુ સંકટ, શારીરિક માનસિક કષ્ટ વગેરે તેને પરેશાન કરે છે.

પિતૃ દોષના કારણે વ્યક્તિને સંતાન પ્રાપ્તિમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલા માટે પિતૃ દોષ દૂર કરવો જરૂરી છે. આ માટે વિદ્વાન પૂજારી દ્વારા અમાસના દિવસે નારાયણ બલી, નાગબલીની પૂજા કરાવવી જોઈએ. નાગ દોષ અને કાલસર્પ દોષ પણ આ પૂજાઓ દ્વારા શાંત થાય છે.

Karnataka Election: કોંગ્રેસે જાહેર કરી 7 ઉમેદવારોની વધુ એક યાદી, જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડથી લડશે ચૂંટણીKarnataka Election: કોંગ્રેસે જાહેર કરી 7 ઉમેદવારોની વધુ એક યાદી, જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડથી લડશે ચૂંટણી

સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ યોગ પણ બને છે

જો કુંડળીમાં સૂર્ય કે ચંદ્રની સાથે રાહુ હોય તો સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ દોષ પણ બને છે. આ દોષોથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે રુદ્રાભિષેક કરવો જોઈએ. મહામૃત્યુંજય મંત્રના 11 હજાર જાપ કરવાથી ગ્રહણ દોષની શાંતિ રહે છે.

દરેક પરિક્રમા પૂર્ણ થવા પર દરેકને એક-એક લાલ પીળુ ફૂલ અર્પણ કરતા રહો. આ રીતે 27 પરિક્રમામાં 27 ફૂલ ચઢાવો. ભગવાન વિષ્ણુ પીપળમાં નિવાસ કરે છે. તેમને પ્રાર્થના કરો કે આર્થિક સંકટ જલ્દી દૂર થઈ જાય. આ પછી કોઈને કંઈપણ કહ્યા વિના શાંતિથી તમારા ઘરે આવો. ફરી સાંજે એ જ પીપળના ઝાડ નીચે લોટના 27 દીવા પ્રગટાવો.

Poonam Dhillon Birthday: પૂનમ ઢિલ્લોને શશિ કપૂરને મારી દીધો હતો લાફો, યશ ચોપડા સામે રાખી હતી એવી શરતPoonam Dhillon Birthday: પૂનમ ઢિલ્લોને શશિ કપૂરને મારી દીધો હતો લાફો, યશ ચોપડા સામે રાખી હતી એવી શરત

English summary

Surya Grahan 2023: Solve the problems these way on 20, April, Solar Eclipse, read details here.

Story first published: Wednesday, April 19, 2023, 8:40 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here