Astrology

oi-Manisha Zinzuwadia

|

First solar eclipse 2023: સંવત 2080નુ પ્રથમ સૂર્યગ્રહણ વૈશાખ અમાસ, 20 એપ્રિલ 2023ના રોજ થવા જઈ રહ્યુ છે. આ સૂર્યગ્રહણ વિશ્વમાં થઈ રહ્યુ છે પરંતુ ભારતમાં દેખાશે નહીં. તેથી જ આ માટે સુતક વગેરે માનવાની જરૂર રહેશે નહીં.

જો કે, સૂર્યનો બહોળો પ્રભાવ હોવાથી અને આ ઘટના બ્રહ્માંડમાં ક્યાંકને ક્યાંક બનતી હોવાથી પૂજા, દાન વગેરે કરી શકાય છે. ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ 20 એપ્રિલે સવારે 7.04 થી બપોરે 12.29 સુધી રહેશે. ગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 25 મિનિટનો રહેશે.

અહીં દેખાશે સૂર્યગ્રહણ

20 એપ્રિલે આ સૂર્યગ્રહણ દક્ષિણ પેસિફિક મહાસાગરના દેશો ચીન, અમેરિકા, મલેશિયા, જાપાન, સમોઆ, ફિજી, સિંગાપોર, થાઈલેન્ડ, ઑસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, ન્યૂઝીલેન્ડ, વિયેતનામ, તાઈવાન, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, દક્ષિણ હિંદ મહાસાગરમાં દેખાશે.

Karnataka Election: કોંગ્રેસે જાહેર કરી 7 ઉમેદવારોની વધુ એક યાદી, જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડથી લડશે ચૂંટણીKarnataka Election: કોંગ્રેસે જાહેર કરી 7 ઉમેદવારોની વધુ એક યાદી, જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડથી લડશે ચૂંટણી

મેષ રાશિ, મેષ લગ્નમાં લાગશે ગ્રહણ

સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ સવારે 7.04 કલાકે શરૂ થશે. આ ગ્રહણ મેષ રાશિ અને મેષ લગ્નમાં થશે. ગ્રહણ સમયે રાહુ અને બુધ ગ્રહ સૂર્ય-ચંદ્રની સાથે રહેશે. ત્રીજામાં મંગળ અને એકાદશીમાં શનિ સામસામે રહેશે. મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના લોકો માટે આ ગ્રહણ શુભ રહેશે નહીં. અન્ય રાશિઓ માટે મિશ્ર પરિણામો મળશે.

કઈ રાશિ માટે, કેવુ રહેશે સૂર્યગ્રહણ

મેષ, વૃશ્ચિક, સિંહ, કર્ક: નાશ, નુકસાનકારક,

વૃષભ, મિથુન, કન્યા, તુલા: મધ્યમ,

ધનુ, મકર, કુંભ, મીન: શ્રેષ્ઠ

Poonam Dhillon Birthday: પૂનમ ઢિલ્લોને શશિ કપૂરને મારી દીધો હતો લાફો, યશ ચોપડા સામે રાખી હતી એવી શરતPoonam Dhillon Birthday: પૂનમ ઢિલ્લોને શશિ કપૂરને મારી દીધો હતો લાફો, યશ ચોપડા સામે રાખી હતી એવી શરત

શાંતિ માટે શું કરશો ઉપાય

ગ્રહણની અસર તમામ રાશિના લોકો પર પડશે. તેથી ગ્રહણ પહેલા તમામ રાશિના લોકોએ રુદ્રાક્ષની માળા પોતાના ગળામાં ધારણ કરવી અને કપાળ પર લાલ ચંદનનું વિજયી તિલક લગાવવુ. ગ્રહણનો સમય પૂરો થયા પછી, પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો, રુદ્રાક્ષની માળા ગંગાના જળથી ધોઈ લો અને તેને ફરીથી પહેરો અથવા પૂજા સ્થાનમાં સુરક્ષિત રાખો. આ પછી ગરીબોને તેમની ક્ષમતા અનુસાર જરૂરી વસ્તુઓનું દાન કરો. મંદિરમાં જઈને દર્શન કરો.

English summary

Surya Grahan 2023: First solar eclipse of the year on 20 April. date, time and effects on zodiac signs.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here