Astrology
oi-Manisha Zinzuwadia
Surya Grahan 2023 Effect On Zodiac Signs: વર્ષ 2023નુ પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થવાનુ છે. સૂર્યગ્રહણ સવારે 07:04થી શરૂ થશે અને બપોરે 12:29 સુધી ચાલશે. 20 એપ્રિલ એ વૈશાખ મહિનાની અમાસનો દિવસ પણ છે.
જો કે વર્ષનુ પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનુ નથી પરંતુ તેમ છતાં, જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ પર સૂર્યગ્રહણની નકારાત્મક અસર થવા જઈ રહી છે. 20 એપ્રિલે સૂર્યગ્રહણ મેષ અને અશ્વિની નક્ષત્રમાં થઈ રહ્યુ છે. એટલા માટે તેની અસર મેષ રાશિના લોકો પર સૌથી વધુ રહેશે. આ સૂર્યગ્રહણની અસર મેષ, કર્ક, તુલા, મકર રાશિના લોકો પર વધુ પડશે.
જાણો 12 રાશિઓ પર સૂર્યગ્રહણની અસર
1. મેષ
મેષ રાશિના જાતકોએ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણ દરમિયાન પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ સમયે તમારી કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, બુધ અને રાહુ જેવા ગ્રહોનુ વર્ચસ્વ જોવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં તમારે તમારા માનસિક સ્વાસ્થ્યનુ પણ ધ્યાન રાખવુ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી તણાવ ટાળો.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ ભગવાન શિવની પૂજા કરવી તમારા માટે સૌથી યોગ્ય રહેશે.
Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો યથાવત, ઘણા શહેરોમાં મોંઘુ થયુ પેટ્રોલ-ડીઝલ
2. વૃષભ
વર્ષ 2023ના પ્રથમ સૂર્યગ્રહણની અસરને કારણે એવુ લાગે છે કે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. આ દરમિયાન તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે. જો તમે કોઈ સરકારી સંસ્થા અથવા કોઈ સરકારી પ્રોજેક્ટ માટે કામ કરો છો, તો તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ડાબી આંખ કે પગમાં ઈજા થવાની સંભાવના છે.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો તમારા માટે ફાયદાકારક બની શકે છે.
3. મિથુન
સૂર્યગ્રહણ 2023 તમને વધુ નુકસાન પહોંચાડશે નહિ પરંતુ આ સમય દરમિયાન તમારે કોઈ લાભની આશા ન રાખવી જોઈએ. આ ઉપરાંત, જો તમારા મિત્રો અથવા પરિવારજનોએ બેંકમાંથી લોન લીધી હોય તો ખાસ ધ્યાન રાખો કે તમે તેમના ગેરેન્ટર ન બનો. અન્ય લોકો સાથે બિનજરૂરી સંપર્ક પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તેથી તમારા વ્યવસાય પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ દરરોજ શિવ પંચાક્ષર સ્તોત્ર મંત્રનો પાઠ કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
4. કર્ક
કર્ક રાશિના લોકોએ આ સમયમાં વધુ સાવધાની રાખવાની જરૂર છે. સૂર્યગ્રહણ તમારી રાશિના દસમા ભાવમાં થઈ શકે છે. આ સમય તમારા કરિયરમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે. આ દરમિયાન તમે ખોટા નિર્ણયો પણ લઈ શકો છો. અધિકારીઓ સાથે તાલમેલની સમસ્યા પણ આવી શકે છે.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ ગાયત્રી મંત્રનો જાપ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Sachin Pilot Fast: અશોક ગહેલોત સરકાર સામે સચિન પાયલટ આજે કરશે ભૂખ હડતાળ, જાણો અપડેટ
5. સિંહ
2023ના સૂર્યગ્રહણ દરમિયાન તમારુ ભાગ્ય તમારી તરફેણ કરશે નહીં. તમારી મહેનતનુ ફળ તમને એટલુ મળવાનુ નથી. જો કે, 2023નુ પ્રથમ સૂર્યગ્રહણ તમને જરાય દુઃખી નહીં કરે. આ સમય દરમિયાન તમારા પિતાની સલાહ તમને પરેશાન કરી શકે છે.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી લાભ મળશે.
6. કન્યા
2023માં સૂર્યગ્રહણ દરમિયાન તમારે ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે. આ સૂર્યગ્રહણ તમારી રાશિના આઠમા ભાવમાં થઈ રહ્યું છે. આ દરમિયાન, ડ્રાઇવિંગ કરતી વખતે વધુ સાવચેત રહો. તમને પૈતૃક સંપત્તિની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. હવે કોઈ મોટો નિર્ણય ન લેવાની સલાહ છે. આ દરમિયાન તમને માનસિક તણાવ પણ થઈ શકે છે.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ ભગવાન વિષ્ણુના કોઈપણ મંત્રનો જાપ કરવાથી તમને લાભ થઈ શકે છે.
7. તુલા
વર્ષ 2023નુ પ્રથમ સૂર્યગ્રહણ તમારી રાશિના સાતમા ભાવમાં થઈ રહ્યુ છે. આ તમારા જીવનસાથીના સંબંધને વધુ મજબૂત બનાવશે. આ સમય દરમિયાન તમારે તમારા અંગત જીવનમાં સંબંધો પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આ સમય દરમિયાન તમારે કોઈપણ પ્રકારના મોટા વિવાદથી બચવાની જરૂર છે. તમારે વ્યવસાયિક ભાગીદારોના મંતવ્યો પણ સાંભળવાની જરૂર છે.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પૂજા કરો, તે તમારા માટે ફાયદાકારક બની શકે છે.
ભારત 2028 સુધીમાં બનશે ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા, 2047માં હશે 30 ટ્રિલિયન ડૉલર પારઃ પીયુષ ગોયલ
8. વૃશ્ચિક
2023ના સૂર્યગ્રહણ દરમિયાન તમારે તમારી નોકરી અને સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આ ગ્રહણને કારણે તમારી દૈનિક આવક પર પણ અસર પડી શકે છે, તેથી તમારા ખર્ચ પર નજર રાખો. તમને તમારા કાર્યો પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે અધિકારી છો, તો તમારી નીચે કામ કરતા કર્મચારીઓ સાથે સંકલન કરવુ મુશ્કેલ બની શકે છે.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
9. ધન
આ રાશિના જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તેમને અભ્યાસમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન ખૂબ કાળજી રાખવાની જરૂર છે, ગ્રહણ સંબંધિત કોઈપણ વીડિયો જોવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ દરમિયાન જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો.
10. મકર
સૂર્યગ્રહણ 2023ની અસરને કારણે મકર રાશિના જાતકોએ તેમની માતાના સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તેમજ તેમની સાથેના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેવી જોઈએ. આ સૂર્યગ્રહણ દરમિયાન કોઈપણ પ્રકારના નવા જમીન કે મકાનના સોદાથી દૂર રહો. બાંધકામના કામમાં પણ તમને નુકસાન થઈ શકે છે. હૃદયરોગના દર્દીઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ રૂદ્રાભિષેકનો પાઠ કરીને ભગવાન શિવની પૂજા કરો.
11. કુંભ
તમારે સૂર્યગ્રહણ 2023ની અસરને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની નવી શરૂઆત ટાળવાની જરૂર છે. આ દરમિયાન તમારે તમારા ભાઈ-બહેનની વાત પણ સાંભળવી જોઈએ. આ દરમિયાન, તમારે નસીબ પર આધાર રાખવો જોઈએ નહીં.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ હનુમાનજીની પૂજા કરવી તમારા માટે ફાયદાકારક છે.
12. મીન
2023ના પ્રથમ સૂર્યગ્રહણ દરમિયાન મીન રાશિના લોકોએ પરિવારમાં સારું વર્તન કરવું પડશે. આ દરમિયાન તમારે તમારી વાણી પર સંયમ રાખવાની જરૂર છે. આ સમયે તમારે નાણાકીય નિર્ણયો લેવાથી પણ બચવાની જરૂર છે. યોગ્ય રોકાણ યોજના વિના ક્યાંય રોકાણ ન કરો.
ગ્રહણ દરમિયાન કરવાના ઉપાયઃ શ્રી લક્ષ્મી નારાયણની પૂજા કરવી.
English summary
Solar Eclipse 2023 will be on 20 April, know effects on Different Zodiac signs.
Story first published: Tuesday, April 11, 2023, 9:39 [IST]