Astrology
oi-Hardev Rathod
Solar eclipse 2023 : વર્ષ 2023નું પહેલુ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ લાગવા જઇ રહ્યું છે. સૂર્યગ્રહણના સમયે સૂર્ય મેષ રાશિમાં રહેશે. તેની અસર 12 રાશિ પર પ્રભાવ પડશે.
આ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલના રોજ સવારે 7 કલાક અને 05 મીનિટે શરૂ થઇને બપોરે 12 કલાક અને 29 મીનિટ સુધી સમાપ્ત થશે. સૂર્યગ્રહણ ત્યારે થાય છે, જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, સૂર્યના દ્રશ્યને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે અવરોધે છે.
આગામી ગ્રહણ એ આંશિક સૂર્યગ્રહણ છે, જેનો અર્થ છે કે, ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, તેમ છતાં તેઓ એક સીધી રેખામાં સંપૂર્ણ રીતે સંરેખિત નથી અને ચંદ્ર માત્ર સૂર્યના દ્રશ્યને આંશિક રીતે અવરોધે છે.
જ્યારે ગ્રહણ ખગોળશાસ્ત્રની દુનિયામાં અભિન્ન ભૂમિકા ભજવે છે, તે જ્યોતિષશાસ્ત્ર પર પણ નોંધપાત્ર અસર કરી શકે છે. આ વખતે સૂર્યગ્રહણ ખગ્રાસ છે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ તમામ રાશિઓ પર અસર કરશે.
જોકે, સૂર્યગ્રહણની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશિઓ પર તેની હાનિકારક અસર પડશે. આ સાથે કેટલીક પર તેની સકારાત્મક અસર પડશે. સૂર્યગ્રહણની અસર ત્રણ રાશિઓ માટે સફળ રહેશે.
વૃષભ રાશિ પર સૂર્ય ગ્રહણની અસર
સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકો માટે શુભ અસર લાવશે. વૃષભ રાશિના લોકો માટે સૂર્યગ્રહણની સકારાત્મક અસર જોવા મળશે. આ સાથે, પગારમાં વધારો થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં પ્રમોશનની પણ સંભાવના છે.
મિથુન રાશિ પર સૂર્ય ગ્રહણની અસર
સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકો માટે સકારાત્મકતા લાવશે. મિથુન રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. જે લોકોનો પોતાનો વ્યવસાય છે, તેમના વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના છે.
ધન રાશિ પર સૂર્ય ગ્રહણની અસર
જો ધન રાશિના લોકો વિશે વાત કરીએ, તો આ સૂર્યગ્રહણ તેમના માટે સૌભાગ્ય લાવશે. ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. વેપારમાં લાભની નવી તકો મળી શકે છે. તેની સાથે વૈવાહિક અને પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે.
English summary
Solar eclipse 2023 : Solar eclipse will occur on April 20, 3 zodiac signs will benefit
Story first published: Monday, April 3, 2023, 20:34 [IST]