Shukra Gochar 2022: સૌપ્રથમ શુક્ર મકર રાશિમાં ગોચર કરશે અને પછી તે ધન રાશિમાં ગોચર કરશે. શુક્ર બેવાર ગોચર કરવાથી કેટલીક રાશિઓને ઘણો ફાયદો થઇ શકે છે. તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ છે, જેને શુક્ર ગોચરનો લાભ મળશે.
જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની રાશિ (Zodiac Sign) બદલે છે તો તેની અસર બધી રાશિના લોકોના જીવન પર પડે છે. કેટલીક રાશિઓ પર આ રાશિ પરિવર્તનનો શુભ પ્રભાવ હોય છે તો કેટલીક રાશિઓ પર અશુભ પ્રભાવ પડે છે. શુક્ર ગ્રહ ડિસેમ્બરમાં બે વાર ગોચર (Shukra Gochar 2022) કરવા જઈ રહ્યો છે. ડિસેમ્બરમાં શુક્ર ગ્રહ સહિત અનેક મોટા ગ્રહો પોતાની રાશિ પરિવર્તન કરશે.
સૌપ્રથમ શુક્ર મકર રાશિમાં ગોચર કરશે અને પછી તે ધન રાશિમાં ગોચર કરશે. શુક્ર બેવાર ગોચર કરવાથી કેટલીક રાશિઓને ઘણો ફાયદો થઇ શકે છે. તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ છે, જેને શુક્ર ગોચરનો લાભ મળશે.
ધન રાશિ
ડિસેમ્બરમાં શુક્રનું ગોચર ધન રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યું છે. શુક્ર ધન રાશિમાં પણ ગોચર કરી રહ્યો છે, જેના કારણે આ રાશિ પર વધુ પ્રભાવ રહેશે. ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વિદેશ યાત્રાની સંભાવના છે. બિઝનેસમાં ફાયદો થઇ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે. શુક્રનું આ ગોચર આ રાશિના 11માં ભાવમાં રહેશે. આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. બિઝનેસમાં પણ ઘણો ફાયદો થશે. ઘરમાં કોઈ માંગલિક અને શુભ કાર્ય શરૂ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો માટે ડિસેમ્બરમાં શુક્રનું ગોચર જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવનાર છે. શુક્ર આ રાશિના બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેથી આ રાશિના જાતકોની આશામાં વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. તમને અચાનક ક્યાંકથી ધનનો લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.
સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. શુક્ર સિંહ રાશિના પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, બાળક તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે. કરિયરમાં પણ ઘણી પ્રગતિ થશે.