Astrology
oi-Hardev Rathod
Shravan Month 2023 : હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સૌથી પવિત્ર મહિનો છે. આ સાથે ભગવાન શિવના આ મહિનામાં ઘણા તહેવાર અને વ્રત પણ આવે છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી અને અભિષેક કરવાથી સાધકને સુખ અને સમૃદ્ધિ મળે છે. આ સાથે જીવનમાં આવતી તમામ સમસ્યા દુર થશે.
વેદ અને પુરાણોમાં શ્રાવણ માસનો મહિમા અનેક રીતે વર્ણવવામાં આવ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ પવિત્ર મહિનો શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે.
ક્યારથી શરુ થશે શ્રાવણ માસ – પંચાંગ મુજબ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ 3જી જુલાઈના રોજ સાંજે 05.08 કલાકે શરૂ થશે અને 4મી જુલાઈએ બપોરે 01.38 કલાકે સમાપ્ત થશે. જ્યારે પ્રથમ સોમવાર ઉપવાસ 10 જુલાઈ, 2023 ના રોજ રાખવામાં આવશે.
અધિકામાસના કારણે શ્રાવણ મહિનો 2 મહિનાનો રહેશે – જ્યોતિષાચાર્ય કહે છે કે, આ વર્ષે અધિકામાસ છે, જેના કારણે શ્રાવણ મહિનો 59 દિવસનો રહેશે. આવો યોગ 19 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ મહિનો 4 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. જ્યારે અધિકમાસ 18મી જુલાઈથી 16મી ઓગસ્ટ સુધી રહેશે.
શ્રાવણ સોમવારના ઉપવાસની યાદી
- શ્રાવણનો પહેલો સોમવાર: 10 જુલાઈ 2023
- શ્રાવણનો બીજો સોમવાર: 17 જુલાઈ 2023
- શ્રાવણનો ત્રીજો સોમવાર: 24 જુલાઈ 2023
- શ્રાવણનો ચોથો સોમવાર: 31 જુલાઈ 2023
- શ્રાવણનો પાંચમો સોમવાર: 07 ઓગસ્ટ 2023
- શ્રાવણનો છઠ્ઠો સોમવાર: 14 ઓગસ્ટ 2023
- શ્રાવણનો સાતમો સોમવાર: 21 ઓગસ્ટ 2023
- શ્રાવણનો આઠમો સોમવાર: 28 ઓગસ્ટ 2023
English summary
Shravan Month 2023 : This year there will be not one but two Shravans, know the date and fast
Story first published: Monday, May 22, 2023, 17:28 [IST]