Astrology
oi-Hardev Rathod
Shani Sade Sati 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવના ન્યાયાધીશની ઉપાધી આપવામાં આવી છે. આવું એટલા માટે કારણ કે, શનિદેવ જાતકને કર્મોના આધારે ફળ આપે છે. આવામાં શનિ ગ્રહ એક રાશિથી નિકળીને બીજી રાશિમાં પ્રવેશ કરીને અઢી વર્ષનો સમય લે છે.
આ તમામ ગ્રહોમાં સૌથી લાંબો ગોચર સમયગાળો છે. બીજી તરફ શનિ ગોચર અને તેની ચાલમાં પરિવર્તનને કારણે સાધકને શનિની સાડા સાતી અથવા ઢૈયાનો સામનો કરવો પડે છે, જેને જ્યોતિષમાં ખૂબ જ કષ્ટદાયક ગણાવ્યું છે.
શનિની સાતીના કારણે વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક રીતે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ, હાલમાં કઈ રાશિની કુંડળીમાં શનિની સાડા સાતી ચાલી રહી છે?
શનિની સાડે સાતી ક્યારે શરૂ થાય છે? – જ્યોતિષીઓ જણાવે છે કે, જ્યારે શનિ જન્મકુંડળીના પ્રથમ, બીજા કે બારમા ભાવમાં હોય છે, ત્યારે શનિની સાડા સાતી થાય છે.
આ સાથે જ જ્યારે શનિ જન્મ સમયે ચંદ્રની ઉપરથી પસાર થાય છે, ત્યારે તેને શનિની સાડા સાતી પણ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સાડા સાતી ત્રણ તબક્કામાં વહેંચાયેલી છે, જે દર અઢી વર્ષે બદલાય છે.
મકર રાશિ – મકર રાશિના લોકોની કુંડળીમાં શનિની સાડા સાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓ ઉભી થશે અને પરિવારમાં વિવાદ થઈ શકે છે.
કુંભ રાશિ – કુંભ રાશિના લોકો શનિની સાડા સાતીના બીજા ચરણનો સામનો કરી રહ્યા છે. જ્યોતિષના મતે આ તબક્કો ખૂબ જ ખતરનાક છે. આ દરમિયાન વ્યક્તિને આર્થિક અને કાર્યક્ષેત્રમાં મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
મીન રાશિ – મીન રાશિના જાતકોને હવે જૂન સુધી શનિની સાડા સાતીનો સામનો કરવો પડશે. આ પછી આ અશુભ સમય ટળી જશે, પરંતુ આ સમયગાળામાં મીન રાશિના લોકોએ સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર છે. આ એટલા માટે છે. કારણ કે, એક નાની ભૂલ પણ મોટા પરિણામો તરફ દોરી શકે છે.
English summary
Shani Sade Sati 2023 : Saturn’s Sade Sati will increase the problem, be careful with these three signs
Story first published: Monday, May 15, 2023, 17:01 [IST]