Astrology

oi-Hardev Rathod

|

Shani Sade Sati : શનિનું નામ સાંભળતાની સાથે જ સારા સારાના હાજા ગગળી જાય છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. આવી ધારણા છે કે, શનિદેવની અશુભ દ્રષ્ટી જેના પર પણ પડે છે, તેના જીવનમાં દુઃખોનો પહાડ તુટી પડે છે. સતત કાર્યોમાં અસફળતા અને આર્થિર પડકારોનો સામનો કરવો પડે છે.

શનિદેવને કળયુગના ન્યાયાધીશ માનવામાં આવે છે. કારણ કે, તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કર્મોના આધારે જ શુભ અને અશુભ ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે પણ વ્યક્તિ પર શનિદેવની ખરાબ નજર પડે છે, તેના જીવનમાં ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. શનિની આ કુટિલ દ્રષ્ટિ શનિની ત્રીજી દ્રષ્ટિ તરીકે ઓળખાય છે.

ઉલ્લેખનીય છે કે, તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે, જેના કારણે તેની નકારાત્મક અને સકારાત્મક અસર લાંબા સમય સુધી રહે છે. 17 જાન્યુઆરી, 2023 થી શનિ કુંભ રાશિમાં છે. શનિ કુંભ રાશિમાં હોવાને કારણે, શનિની કેટલીક રાશિઓ પર ત્રાંસી નજર છે. આ અહેવાલમાં જાણીશું કે, શનિની કઇ કઇ રાશિ પર ત્રાંસી નજર છે.

મેષ રાશિ પર શનિની ત્રાંસી નજર – જ્યોતિષીય ગણતરી મુજબ મેષ રાશિના જાતકો પર શનિની ત્રીજી રાશિ પડી રહી છે. મેષ રાશિના જાતકોએ શનિની ત્રીજી રાશિને લઈને ખૂબ કાળજી રાખવી પડશે. તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે, નહીં તો તમારે વારંવાર હોસ્પિટલ જવાની ફરજ પડશે. કામકાજમાં નિષ્ફળતા મળશે. આ સમય દરમિયાન પૈસાની ખોટને કારણે તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે.

કન્યા રાશિ પર શનિની ત્રાંસી નજર – શનિદેવની ત્રીજુ નેત્ર કન્યા રાશિના લોકો પર સતત રહે છે. આવી સ્થિતિમાં બિઝનેસ કરનારા લોકોને તેમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત લોકો માટે કાર્યસ્થળ પર મન ઉદાસ રહેશે. વાદ-વિવાદ વધવાના કારણે તમારી માનસિક સમસ્યાઓમાં વધારો થતો જોવા મળશે. વિવાહિત જીવનમાં જીવનસાથી સાથે કડવાશ રહેશે.

તુલા રાશિ પર શનિની ત્રાંસી નજર – શનિનું ત્રીજું પાસું તુલા રાશિના લોકો પર પણ સારું પરિણામ નથી આપી રહ્યું. આ સમય દરમિયાન કામમાં સતત અડચણો આવવાથી તમારું મન ઉદાસ રહેશે. પૈસાની ખોટ તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો કરશે. તબિયત બગડવાના કારણે તમારા પર તણાવ રહેશે.

મકર રાશિ પર શનિની ત્રાંસી નજર – આવનાર સમય તમારા માટે સારો કહી શકાય નહીં કારણ કે મકર રાશિના લોકો પર શનિની કુટિલ નજર છે. આ સમય દરમિયાન કરિયરમાં તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. મિલકત સંબંધિત વિવાદોને કારણે તમને નુકસાન થવાની સંભાવના છે.

મીન રાશિ પર શનિની ત્રાંસી નજર – શનિની ત્રીજી રાશિના કારણે તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા કામમાં સતત અવરોધોને કારણે તમે સમય અને પૈસા બંને ગુમાવશો. આ સમય દરમિયાન તમારી સાથે અકસ્માત થઈ શકે છે, તેથી તમારે સતત સતર્ક રહેવું પડશે.

English summary

Shani Sade Sati : What is Shani Sade Sati? These five zodiac signs will be affected

Story first published: Wednesday, May 3, 2023, 19:52 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here