Astrology
oi-Manisha Zinzuwadia
Shani Jayanti 2023: શનિદેવને ગ્રહોના ન્યાયાધીશ કહેવામાં આવ્યા છે. એટલા માટે જો તમારે શનિદેવને ખુશ રાખવા હોય તો તમારે તમારા કર્મો સારા રાખવા પડશે. ખરાબ કર્મ કરનારાઓને શનિદેવ એવી તકલીફ આપે છે કે તે વ્યક્તિ આખી જીંદગી મુશ્કેલીમાં ભટકે છે, તેને કોઈ જગ્યા મળતી નથી. જ્યારે શનિદેવ સારા કાર્યો કરનારને રાજા પણ બનાવે છે.
શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાયો કરતા રહે છે. જો તમે શનિદેવને ખુશ રાખવા માંગતા હોવ તો તેમની પસંદ-નાપસંદનુ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો આવો જાણીએ શનિદેવને કઈ વસ્તુઓ પ્રિય છે અને કઈ અપ્રિય છે.
શનિ દેવની પ્રિય વસ્તુઓ
શનિદેવને કાળી અને વાદળી વસ્તુઓ ખૂબ જ પ્રિય છે. શનિદેવનો જન્મ અમાસના દિવસે થયો હતો, તેથી કાળી વસ્તુઓ પર તેમનો અધિકાર છે. શનિદેવનો કાળા અડદ, કાળા તલ, કાળો ધાબળો, સરસિયા અને તલનું તેલ, લોખંડ, વાહન-મશીનરી પર અધિકાર છે અને તેમને ખાસ ગમે છે.
એટલા માટે શનિદેવને પ્રસન્ન કરવા માટે આ વસ્તુઓનું દાન કરવામાં આવે છે. ગરીબ, વિકલાંગ, અંધ, રક્તપિત્ત અને દર્દીઓની સેવા કરવાથી શનિ પ્રસન્ન થાય છે. ગરીબ અને અશક્ત લોકોને ચંપલ દાન કરવાથી શનિ પ્રસન્ન થાય છે.
શનિ દેવને આ બિલકુલ પસંદ નથી
શનિદેવ ન્યાયના દેવતા છે તેથી તેમને કોઈ પણ પ્રકારનું ખોટુ કામ બિલકુલ પસંદ નથી. જે લોકો બીજાના પૈસા, સંપત્તિ અને અન્યની સ્ત્રીઓ પર બળજબરીથી કબજો કરે છે તેમને શનિદેવ સખત સજા આપે છે. જે લોકો જૂઠુ બોલીને, પાપકર્મો કરીને, ચોરી કરીને બીજાની સંપત્તિ હડપ કરે છે, તેમને શનિદેવની આકરી સજા ભોગવવી પડે છે.
જે લોકો ગરીબ, અસહાય, અશક્ત, બાળકો, વૃદ્ધો અને પશુ-પક્ષીઓ પર અત્યાચાર કરે છે તે શનિની સજાનો ભાગ છે. આવા લોકોનું સૌભાગ્ય શનિદેવ હરણ કરે છે અને તેમને જીવનભર નરક ભોગવવું પડે છે.
કેવી રીતે કરશો શનિને પ્રસન્ન
જો તમે શનિદેવને તમારા પક્ષમાં રાખવા માંગો છો તો તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી. સૌ પ્રથમ તો તમારા આચરણમાં સુધારો કરો, અન્ય મનુષ્યો, પશુ-પંખીઓ, પક્ષીઓ, પર્યાવરણ, પાણીનુ અપમાન થાય અને તેમને નુકસાન થાય તેવુ કોઈ કામ ન કરો. બીજો ઉપાય એ છે કે હનુમાનજીની નિયમિત પૂજા કરો પરંતુ હનુમાન પૂજા સાથે ઉપરોક્ત પણ દરેક વસ્તુનુ પણ ધ્યાન રાખવુ પડશે.
English summary
Shani Jayanti on 19th may 2023, Know Likes and Dislikes of Shani Dev.
Story first published: Friday, May 19, 2023, 7:25 [IST]