Astrology
oi-Manisha Zinzuwadia
Shani Jayanti 2023: 19 મે 2023, જેઠ અમાસ એટલે કે આજે શનૈશ્ચર જયંતિ છે. શનિદેવ સ્વામી આમ તો માત્ર બે જ રાશિના છે મકર અને કુંભ, પરંતુ તેમનો પ્રભાવ તમામ રાશિઓ પર છે કારણ કે શનિદેવ ન્યાયાધીશ છે. તેઓ મનુષ્યોને તેમના કર્મો અનુસાર સારા અને ખરાબ પરિણામો આપે છે.
જો માનવીના કાર્યો શુભ હોય તો શનિ ક્યારેય દુઃખ નહીં આપે. આ સિવાય પણ એવા ઘણા ઉપાય છે જેનાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે. શનિશ્વર જયંતીના દિવસે તમારી રાશિ પ્રમાણે તમારે શનિદેવની શાંતિ માટેના ઉપાય પણ કરવા જોઈએ.
Shani Jayanti 2023: શનિની પ્રિય-અપ્રિય વસ્તુઓનુ રાખો ધ્યાન, થશે ફાયદો
મેષઃ શનિદેવની કૃપા મેળવવા માટે શનિશ્ચર જયંતિના દિવસે મેષ રાશિના લોકોએ ગરીબ દર્દીઓની મદદ કરવી, તેમની સારવાર કરાવવી, દવાઓનું દાન કરવું અથવા દવાઓનો ખર્ચ ઉઠાવવો.
વૃષભઃ જો શનિદેવને પ્રસન્ન કરવા હોય તો શનિશ્ચર જયંતિના દિવસે કોઈ સાધુને ભોજન કરાવો, તેમની ઈચ્છા વિશે પૂછો અને તે મુજબ વસ્તુઓનું દાન કરો. જો આ વસ્તુ લોખંડની બનેલી હોય તો તે વધુ શુભ છે.
મિથુન: શનિદેવની કૃપા મેળવવા માટે શનિશ્ચર જયંતિના દિવસે કીડીયારાની આસપાસ જમીન પર તલનું તેલ ચઢાવો. શનિદેવ પ્રસન્ન થાય તેવી પ્રાર્થના કરો અને ઘરે આવી જાવ.
કર્કઃ શનિદેવની પીડામાંથી મુક્તિ મેળવવા માટે શનિશ્ચર જયંતિના દિવસે કાગડાને ખીર ખવડાવો. શનિ મંદિરમાં જઈને સરસિયા અને તલના તેલનું દાન કરો.
Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 19 મે, 2023
સિંહઃ આ રાશિના લોકોએ ખાસ ઉપાય કરવા જોઈએ કારણ કે તે સૂર્યની રાશિ છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિશ્ચર જયંતિના દિવસે માછલીઓને લોટની ગોળી ખવડાવો.
કન્યાઃ આ રાશિના લોકોએ શનિશ્ચર જયંતિના દિવસે વટવૃક્ષની પૂજા કરવી જોઈએ અને તેના મૂળમાં પાણીથી સિંચન કરવું જોઈએ. શનિ મંદિરમાં કોઈપણ લોખંડનું પાત્ર, વાસણ, તપેલી, કઢાઈ વગેરેનું દાન કરો.
તુલાઃ શનિશ્ચર જયંતિના દિવસે તુલા રાશિના જાતકોએ મીઠાવાળા ચોખા બનાવીને શનિ મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને ખવડાવવા જોઈએ. તેમના માટે પાણીની પણ વ્યવસ્થા કરો.
વૃશ્ચિકઃ શનિશ્ચર જયંતિના દિવસે ગરીબોને કાળા કપડાં, ચંપલનુ દાન કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થશે અને તમને દુઃખમાંથી મુક્તિ અપાવશે.
ધન: શનિને પ્રસન્ન કરવા માટે ધન રાશિના લોકોએ ગરીબોને ખવડાવવું જોઈએ, ભોજનમાં અડદ જરુર ખવડાવવી જોઈએ. ગરીબોને ઋતુ પ્રમાણેના ફળ અર્પણ કરો.
મકરઃ મકર રાશિના લોકોએ શનિ મંદિરમાં ગરીબોને કપડા ભેટ આપવા જોઈએ, બદામ અર્પણ કરવી જોઈએ. શનિશ્ચર જયંતિના દિવસે પીપળના ઝાડના મૂળમાં મીઠા દૂધથી સિંચાઈ કરો.
કુંભઃ શનિની કૃપા મેળવવા માટે કુંભ રાશિના લોકોએ શનૈશ્ચર જયંતિના દિવસે અડદની દાળ અને સરસિયાના તેલનુ દાન કરવું જોઈએ. હનુમાન મંદિરમાં બેસીને શનિ સ્તોત્રનો પાઠ કરો.
મીનઃ શનિની કૃપા મેળવવા માટે મીન રાશિના લોકોએ ગરીબોને સૂર્યથી બચાવવા માટે છત્રી અને ચંપલનુ દાન કરવુ જોઈએ. તેમના માટે ભોજનની વ્યવસ્થા કરો.
Palmistry: આવા અંગૂઠાવાળા લોકો ગણાય છે મૂર્ખ, જીવનમાં એક પછી એક આવે છે મુશ્કેલીઓ
English summary
Shani Jayanati on 19th May, 2023, Donate these things according to your zodiac sign.
Story first published: Friday, May 19, 2023, 8:18 [IST]