Astrology
oi-Hardev Rathod
Sawan 2023 : બાબા ભોલેનાથના ભક્ત આખુ વર્ષ શ્રાવણની રાહ જોતા હોય છે. આ સાથે ગુજરાતીઓના તહેવારોની શરૂઆત પણ શ્રાવણ સાથે થાય છે. શ્રાવણના દરેક સોમવારે રાજ્યમાં અનેક સ્થળો પર મેળા ભરાય છે.
આ સાથે રાજકોટ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત ઘણા સ્થળો પર જન્માષ્ટમીના મોટા લોકમેળાઓ પણ ભરાય છે. આ સાથે શ્રાવણ માસના પહેલા સોમવારથી 16 સોમવારના વ્રત પણ શરૂ થતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, છોકરીઓમાં શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાની ઘણી પ્રથા છે. એવું માનવામાં આવે છે કે, સોળ સોમવારનું વ્રત કરવાથી સારા વરની પ્રાપ્તિ થાય છે. આ વ્રત શ્રાવણના પહેલા સોમવારથી કારતકના અંતિમ સોમવાર સુધી ચાલે છે.
શ્રાવણનો મહિનો ક્યારે શરૂ થાય છે – પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ 03 જુલાઈએ સાંજે 05.08 કલાકે શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 04 જુલાઈએ બપોરે 01.38 કલાકે સમાપ્ત થશે. 10 જુલાઈ, 2023 ના રોજ શ્રાવણનો પહેલો સોમવાર વ્રત રાખવામાં આવશે.
શ્રાવણ 2023નું મહત્વ – શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને સમર્પિત છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભોલેનાથની પૂજામાં તલ્લીન રહે છે. સોમવારે ભક્તો ઉપવાસ રાખે છે. એવી માન્યતા છે કે, બેલપત્ર અને જળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જેના કારણે મનોકામના પૂર્ણ થાય છે.
શ્રાવણ મહિનામાં ભક્તો ભગવાન ભોલેનાથની પૂજા કરવા માટે ઘણા ધાર્મિક સ્થળોએ પણ જાય છે. આ માસમાં સોમવારના ઉપવાસ અને શ્રાવણમાં સ્નાન કરવાની પરંપરા છે. લાખો ભક્તો પણ શ્રાવણમાં પગપાળા કાવડ યાત્રાએ જાય છે. આ મહિનામાં કાવડ યાત્રાનું પણ વિશેષ મહત્વ છે. તેમજ આ માસમાં સોળ સોમવારનું વ્રત કરવાથી અવિવાહિત કન્યાઓને ઈચ્છિત જીવનસાથી મળે છે.
English summary
kn0w Sawan 2023 date on this year, know the puja-ritual and auspicious muhurat
Story first published: Monday, April 24, 2023, 14:26 [IST]