Astrology
oi-Hardev Rathod
Rahu Gochar 2023 : રાહુ અને કેતુને જ્યોતિષ શાસ્ત્રમાં છાયા ગ્રહ માનવામાં આવે છે. ભલે રાહુ સૌથી શક્તિશાળી ગ્રહોમાં એક છે, જે કારણે તેનું મહત્વ વિશેષ હોય છે. આ પ્રત્યેક રાશિમાં 18 મહિના સુધી રહે છે. રાહુ ગોચર મીન રાશિમાં અન્ય ગ્રહની જેમ તમામ રાશિ પર અસર કરે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં હાજર નવ ગ્રહો મનુષ્યને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરે છે. નવગ્રહોમાં રાહુને અશુભ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, રાહુ રાશિવાળાને માત્ર અશુભ જ નહીં, પણ શુભ પરિણામ પણ આપી શકે છે.
ક્યારે થશે રાહુ ગોચર?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 ઓક્ટોબર 2023, સોમવારના રોજ રાહુ મેષ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરવાનો છે. રાહુ ગ્રહો હંમેશા વિરુદ્ધ દિશામાં જાય છે. જો જન્મકુંડળીમાં રાહુ અશુભ સ્થાનમાં બેઠો હોય, તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જે વ્યક્તિની કુંડળીમાં રાહુ ઉચ્ચ હોય છે, તે વ્યક્તિ જે કરવાનું નક્કી કરે છે, તે કરીને જ રહે છે અને કિસ્મત પણ તેનો સાથે આપે છે. જે લોકોની કુંડળીમાં રાહુ હોય છે, તેઓ ખોટા કામ કરવાથી ડરતા નથી.
રાહુ તરફથી શુભ અને અશુભ પરિણામ મળશે
જે વ્યક્તિની કુંડળીમાં રાહુ શુભ ઘરમાં બેઠો હોય, તેને અચાનક ધન લાભ થાય છે. જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું હોય છે, જ્યારે રાહુ રાશિની કુંડળીમાં અશુભ સ્થાનમાં બેઠો હોય તો લોકો ખરાબ સંગતમાં પડી શકે છે. અશુભ ઘરમાં સ્થિત રાહુ માનસિક તણાવ, માથાનો દુઃખાવો અને અજાણ્યા ભયનું કારણ બની શકે છે.
રાહુ દોષ દૂર કરવાના ઉપાય
- રાહુ ગ્રહની શાંતિ માટે મા દુર્ગા અને ભૈરવ દેવની પૂજા કરવી જોઇએ
- રાહુ ગ્રહના અશુભ પ્રભાવથી બચવા માટે આઠ મુખી રુદ્રાક્ષ અથવા નાગરમોથાના મૂળ ધારણ કરવા જોઇએ
- રાહુ ગ્રહ માટે જવ, સરસવ, સિક્કો, સાત પ્રકારના અનાજનું દાન કરવું જોઇએ
- જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અશુભ ઘરમાં બેઠો હોય, તો તે વ્યક્તિએ વાદળી વસ્ત્રો ન પહેરવા જોઈએ
- ડ્રગ્સ વગેરે કુટેવથી દૂર રાખવું જોઈએ, નહીંતર રાહુની અશુભતા વધી શકે છે.
English summary
Rahu Gochar 2023 : Rahu will transit in Pisces, do this remedy to avoid the problem
Story first published: Thursday, April 13, 2023, 11:03 [IST]