Astrology
oi-Hardev Rathod
Planetary Parade 2023 : ખગોળશાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આજે એટલે કે 28 માર્ચના રોજ આકાશમાં એક અદ્દભૂત નઝારો જોવા મળશે. આજે સાંજે 7 કલાક અને 30 મીનિટ પર પાંચ ગ્રહ – બુધ, શુક્ર, વરૂણ અને મંગળ એક સીધી રેખામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આ અદ્દભૂત દ્રશ્ય નરી આંખે પણ જોઇ શકાશે.
ગ્રહોનું આ અદ્ભુત સમન્વય સૂર્યાસ્ત બાદ પશ્ચિમી ક્ષિતિજ તરફ દેખાશે. જ્યોતિષીઓ કહે છે કે, આ સંયોજન લોકોને પણ અસર કરી શકે છે.
ગ્રહોના આ સંયોજનને કેવી રીતે જોવું?
ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, આ સંયોગ સાંજે 06.36 થી 07.30 વચ્ચે જોઈ શકાય છે, પરંતુ વિલંબ કરશો નહીં, કારણ કે બુધ અને ગુરુ સૂર્યાસ્તના અડધા કલાક બાદ ક્ષિતિજની નીચે ડૂબી જશે. ઉલ્લેખીય છે કે, ગુરુ, શુક્ર અને મંગળના ઉચ્ચ તેજને કારણે, તેઓ નરી આંખે પણ એક રેખામાં જોઈ શકાય છે. આવા સમયે, બુધ અને વરુણ એટલે કે યુરેનસને જોવા માટે દૂરબીનની મદદ લેવી પડી શકે છે.
આ ગ્રહોના સંયોગને કારણે ખેડૂતોની મુશ્કેલી વધશે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બધા ગ્રહો એક સમયગાળા પછી રાશિચક્રમાં ફેરફાર કરે છે અને તે રાશિમાં નિશ્ચિત સમય માટે સ્થિર રહે છે. હાલમાં શનિ કુંભ રાશિમાં બેઠો છે, જ્યારે ગુરુ અને બુધ મીન રાશિમાં સંયોગ રચી રહ્યા છે. આ રાશિમાં સૂર્ય પહેલેથી જ બેઠો છે.
જ્યોતિષના મતે આ સંયોગને કારણે વધુ વરસાદની સંભાવના છે. મધ્ય અને ઉત્તર ભારતના મુખ્ય વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે, તેની સાથે કરા પણ પડી શકે છે. જેના કારણે સૌથી વધુ નુકસાન પાકને થઈ શકે છે, જેની સીધી અસર ખેડૂતો પર થશે.
English summary
Planetary Parade 2023 : Today there will be five planets in the same line, people should be alert
Story first published: Tuesday, March 28, 2023, 18:17 [IST]